કાળિયાર કેસમાં સલમાન ખાન થયો હાજર, કોર્ટે શું આપ્યો આદેશ, જાણો વિગત
અહીં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોધપુર: બહુચર્ચિત કાળા હરણ શિકાર મામલે જોધપુરની સીજેએમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી 5 વર્ષની સજા વિરુદ્ધ સલમાન ખાને જોધપુર સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી.
સલમાન ખાનની સજા વિરુદ્ધ સુનાવણી રાખવામાં આવી હોવાથી જોધપુર સેન્સ કોર્ટની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.
હવે કોર્ટ દ્વારા આગામી સુનાવણી 17 જુલાઈએ રાખવામાં આવી છે. સલમાન ખાનની સાથે તેની બહેન અલવીરા અને અર્પિતા પણ કોર્ટમાં પહોંચી હતી.
સુનાવણી માટે સલમાન જોધપુર કોર્ટમાં હાજર રહ્યો હતો. જોધપુર જિલ્લા અને સત્ર ન્યાયાલયના જજ ચંદ્ર કુમાર સોનગરા દ્વારા સવારે 8.30 વાગે સુનાવણી શરૂ કરી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -