દિલ્હી બાદ હવે ભારતના આ મોટા શહેરમાં ફટાકડાના વેચાણ પર લાગી બ્રેક
બોમ્બે હાઈકોર્ટનો આ આદેશ ફટાકડા ફોડનારાઓ વિરુદ્ધ નથી, પરંતુ માત્ર રહેણાકના વિસ્તારોમાં વેચાણ પર જ પ્રતિબંધ છે. બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મંજુલા ચેલ્લુરે ન્યાયાધીશ વી.એમ. કનડેશના ગયા વર્ષના આદેશને યથાવત્ રાખતા આ આદેશ આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હી અને એનસીઆરમાં સુપ્રીમ કોર્ટે દીવાળીના પાવન તહેવાર ટાણે જ સોમવારે આદેશ આપ્યો હતો, જે મુજબ ૩૧ ઓક્ટોબર સુધી ત્યાં ફટાકડાનું વેચાણ નહીં થઈ શકે. જોકે તેમાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ નથી. દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાના હેતુથી આ ચુકાદો અપાયો હતો. બોમ્બે હાઈકોર્ટે પણ આ જ પ્રકારે ગયા વર્ષના આદેશને આગળ ધપાવીને રહેણાકના વિસ્તારો પૂરતા ફટાકડા વેચવા પર બ્રેક મારી છે.
મુંબઈઃ મુંબઈ હાઈકોર્ટે મુંબઈના રહેણાંક વિસ્તારમાં (કામ ચલાઉ) ધોરણે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. હાલમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી અને આસપાસના એનસીઆર વિસ્તારમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેતો ચુકાદો આપ્યા હતો. કોર્ટે વહીવટીતંત્રને આદેશ કર્યો છે કે આવા વિસ્તારોમાં ફટાકડા વેચનારાઓ પર આકરા પગલાં લે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -