યુવતીને સાથે કામ કરતા યુવક સાથે થયો પ્રેમ, બંનેએ યુવકના ઘરે જઈને માણ્યું સેક્સ, પછી આવ્યો કેવો વળાંક?
જસ્ટિસ સી વી ભદાંગે જણાવ્યું હતું કે પુરાવા સ્પષ્ટપણે દર્શાવે છે કે સંમતિ ફક્ત પાલેકરના વચનોને આધારે બંધાયા ન હતાં પણ બંને વચ્ચે પ્રેમ પણ હતો અને બંનેએ સંમતિથી જાતિય સંબધો બાંધ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In App૨૦૧૩ના એક કેસમાં યોગેશ પાલેકર કેસિનોમાં શેફનું કામ કરતો હતો. આ જ કેસિનોમાં કાર્ય કરતી અન્ય મહિલાએ યોગેશ પાલેકર પર લગ્નનું વચન આપી બળાત્કાર ગુજારવાનો આરોપ મૂક્યો હતો.
નવી દિલ્હીઃ બોમ્બે હાઈ કોર્ટની ગોવા બેન્ચે હાલમાં જ પોતાના એક નિર્ણયમાં જણાવ્યું કે, કોઈપણ પુરુષના મહિલા સાથેના જાતીય સંબંધ બનાવવા પર તેને દુષ્કર્મ માટે દોષી ન ગણીય શકાય. કોર્ટે કહ્યું કે, જ્યારે બન્ને વચ્ચે ગાઢ સંબંધના પુરાવા હોય, ત્યારે પુરાવાની ખોટી વ્યાખ્યાના આધારે પુરુષને દુષ્કર્મનો આરોપી ન માની શકાય.
સેશન્સ કોર્ટે યોગેશને સાત વર્ષની જેલ અને ૧૦ હજાર રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો હતો. જો કે હાઇકોર્ટે આરોપીની સજા અને દંડ બંને રદ કરી દીધા છે.
મહિલાનો આરોપ હતો કે યોગેશ તેને તેના ઘરવાળાઓ સાથે મુલાકાત કરાવા માટે ઘરે લઈ ગયોહતો. જ્યા બન્ને વચ્ચે જાતીય સંબંધ બંધાયા હતા. આ બાદ પણ યોગેશના મહિલા સાથે ત્રણથી ચાર વખત જાતિય સંબંધો બંધાયા હતા.
ત્યારબાદ યોગેશે મહિલાને નિમ્ન જાતિની ગણાવી તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેના પગલે મહિલાએ યોગેશ સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હેતું કે, યોગેશે લગ્ન કરવાનું વચન આપ્યું હતું માટે તે સંબંધ બાંધવા માટે તૈયાર થઈ હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન એ વાત પણ સામે આવી કે મહિલાએ પાલેકરને આર્થિક રીતે પણ મદદ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -