ભારતનું આ ગામ એશિયામાં છે સૌથી ધનાઢ્ય ગામ, દરેક પરિવાર છે કરોડપતિ
જણાવીએ કે, કુલ 200.056 એકર જમીનના બદલામાં ગામના 31 પરિવારોને સંરક્ષણ મંત્રાલયે 40.8 કરોડ રૂપિયા આપીને સૌને ચોંકાવી દીધા છે. 29 પરિવારોને દરેકને 1.09 કરોડ રૂપિયાની રકમ જ્યારે અન્ય બે પરિવારમાંથી એકને 2.4 કરોડ રૂપિયા અને અન્ય પરિવારને 6.7 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. અરૂણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ પરિવારોને આ રકમ આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરૂણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં બનેલ બોમજા ગામ એશિયાના સૌથી ધનાઢ્ય ગામમાં સામેલ થઈ ગયું છે. આ રીતે આ ગમ વિશ્વભરમાં ચર્ચામાં આવી ગયું છે. આર્મી બોમજા ગામમાં તવાંગ ગૈરસનની એક યૂનિટની સ્થાપના કરવા માગે છે જેના માટે સંરક્ષણ મંત્રાલયે જમીનના બદલામાં દરેક પરિવારને એક-એક કરોડ રૂપિયાથી પણ વધારે વળતર આપ્યું છે.
નવી દિલ્હીઃ ભારતમાં અનેક એવા લોકો છે જે અમીરોની શ્રેણીમાં આવે છે. પરંતુ હવે તમને એ જાણવા મળે કે ભારતમાં એક ગામ એવું પણ છે જ્યાં દરેક પરિવાર કરોડપતિ છે તો તમને જરૂર આશ્ચર્ય થાય. પરંતુ આ સત્ય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -