શ્રીદેવીના મોત અંગે દુબઈ પોલીસે શું વ્યક્ત કરી શંકા, બોની કપૂર પૂછ્યા વગર નહીં છોડી શકે દુબઈ, જાણો કેમ
દુબઈ: દુબઈની એક હોટલમાં દારૂનો નશો કર્યા બાદ શ્રીદેવી બાથરૂમમાં ન્હાવા ગઈ હતી તે દરમિયાન બાથટબમાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે તેવું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે. જેને લઈને હવે હવે અલગ-અલગ વાતો સામે આવી રહી છે. શ્રીદેવીને દુનિયાને અલવિદા કહ્યાનાં બે દિવસ થઈ ગયા છતાં હજુ સુધી તેનો પાર્થિવ દેહ મુંબઈ આવ્યો નથી. શ્રીદેવીના નિધન મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. શ્રીદેવીના મોત મામલે બોની કપૂર ફસાઈ શકે તેવું લાગી રહ્યું છે. દુબઈ પોલીસ બોની કપૂર ગમે ત્યારે પૂછપરછ કરી શકે છે જેને લઈને બોની કપૂર દુબઈ પોલીસને પૂછ્યા વગર દુબઈ છોડી શકશે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાર બાદ જ પોલીસને આ સમગ્ર ઘટનામાં કંઈ મળશે નહીં તો જ શ્રીદેવીનો પાર્થિવ દેહ પરિવારજનોને સોંપશે. વિક્કી કપૂરે જણાવ્યા અનુસાર અંતિમ સમયમાં બોની કપૂર હોટલની રૂમ નંબર 2201માં શ્રીદેવીની સાથે જ હતાં.
આ સમગ્ર ઘટના વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે જે સમયે બાથરૂમમાં શ્રીદેવી મોતનો શિકાર થઈ તે સયમે તેનો પતિ બોની કપૂર હોટલની રૂમમાં હાજર હતો. ખલીઝ ટાઈમ્સના પ્રતિનિધિ વિક્કી કપૂરે એબીસી ન્યુઝ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, દુબઈ પોલીસે બોની કપૂરનું નિવેદન લીધું છે.
પહેલા એવી ખબર આવી હતી કે દુબઈની એક હોટલમાં શ્રીદેવીનું હાર્ટ અટેકને કારણે મોત નિપજ્યું છે જોકે દુબઈમાં શ્રીદેવીનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું જેમાં બહાર આવ્યું છે કે દારૂનો નશો કર્યો હતો જેના કારણે તે બાથરૂમમાં ન્હાવા માટે ગઈ ત્યારે પોતાનું સંતુલન ગુમાવતા બાથટબમાં પડી હતી જેના કારણે તે પાણીમાં ડૂબી ગઈ હતી અને તેનું મોત નિપજ્યું છે. જોકે હાલ નવી નવી શંકાઓ ઊભી થઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર દુબઈ પોલીસે શ્રીદેવીના પતિ બોની કપૂર સાથે વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે દુબઈ પોલીસ શ્રીદેવીની કોલ્સ ડિટેલ્સની પણ તપાસ કરી રહી છે. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે ઘટના સમયે શ્રીદેવીની સાથે હોટલની રૂમમાં કોણ કોણ હાજર હતું.
દુબઈ પોલીસ શ્રીદેવીના મોત મામલે તપાસ કરી રહી છે કે શ્રીદેવીનું મોત કુદરતી થયું છે કે આકસ્મતિ. આ સમગ્ર મામલે દુબઈ પોલીસ તપાસ કરી રહી છે. આ તમામ રિપોર્ટની વચ્ચે દુબઈ પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ હવે આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. દુબઈ પોલીસ આ સમગ્ર ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવા માંગે છે કે શ્રીદેવી ખરેખર કેવી રીતે બાથટબમાં ડૂબી ગઈ? પોલીસ જાણવા માંગે છે કે તે એવી તે કેવી બાથટબમાં ડૂબી ગઈ કે તે પોતાને બચાવી પણ ન શકી? દુબઈ પોલીસ આ બધી કડીઓને જોડવા માગે છે અને તપાસ કરવા માગે છે.
શ્રીદેવી નિધન મામલે નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. દુબઈ પોલીસ ગમે ત્યારે શ્રીદેવીના પતિ બોની કપૂરની પૂછપરછ કરી શકે છે. જેના કારણે બોની કપૂર દુબઈ પોલીસને પૂછ્યા વગર દુબઈ છોડી શકશે નહીં તેવું જાણવા મળ્યું છે. જ્યારે મોહિત મારવાહ અને હોટલના સ્ટાફની પણ પૂછપરછ થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -