દસ રૂપિયાના સિક્કા અંગે રીઝર્વ બેંકની મહત્વની સ્પષ્ટતા, ના સ્વીકાર્યો તો રાજદ્રોહનો કેસ, બીજું શું કહ્યું?
ભારત સરકાર આવા સિક્કા ધરાવનારાઓને કરન્સીનું મૂલ્ય ચુકવવાનું વચન આપે છે. રિઝર્વ બેંક જણાવે છે કે, કોઇપણ વ્યકિત માન્યતા પ્રાપ્ત ચલણ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે નહી અને જો ઇન્કાર કરે તો રાજદ્રોહનો કેસ થઇ શકે છે. રિઝર્વ બેંકે સ્વીકારવાનો ઇન્કાર કરવા સામે કાનૂની કાર્યવાહી થઇ શકે તેવુ જણાવ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિક્કા બંધ થઇ ગયાની અફવાઓ ફેલાવવાના કારણે અભણ લોકો પણ આ સિક્કા સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા છે. આવી અફવાઓને કારણે વેપારીઓ, ગ્રાહકો, ગૃહીણીઓ, વિદ્યાર્થીઓ, બાળકો અને વૃધ્ધો રોજબરોજની ખરીદીમાં હાડમારી ભોગવી રહ્યા છે. રીઝર્વે બેંકે કહ્યું છે કે લોકો અફવાઓથી દૂર રહે કેમ કે 10નો સિક્કો ચલણમાં છે જ.
ખોટી અફવાઓને કારણે રૂપિયા 10નો સિક્કો સ્વીકારવામાં વેપારીઓ ખચકાટ અનુભવી રહ્યા છે. ખાસ કરીને નાના વેપારીઓ, દુકાનદારો, રીક્ષા ચાલકો વગેરે અફવાઓને કારણે સિક્કા લેવાનો નનૈયો ભણી દે છે તેના કારણે અનેક જગ્યાએ રકઝક અને કકળાટ ફેલાતો હોવાનુ જાણવા મળ્યુ છે.
જો કે રીઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે દસ રૂપિયાનો સિક્કો ચલણમાં છે જ અને તે સ્વીકારવાની કોઇ ના પાડી ન શકે. રીઝર્વે લોકોને અફવાઓથી દુર રહેવા અપીલ કરી છે અને કહ્યું છે કે દસ રૂપિયાનો સિક્કો ન સ્વીકારવો એ રાજદ્રોહનો ગુનો પણ બને છે તેથી વેપારીઓ પણ તે સ્વીકારવા ઈન્કાર ના કરે.
મુંબઈઃ નોટબંધીના કારણે પેદા થયેલો નોટોનો કકળાટ ત્યાં બજારમાં રૂપિયા 10 સિક્કાનો કકળાટ ઉભો થતાં રીઝર્વ બેંકે સ્પષ્ટતા કરવી પડી છે. દસ રૂપિયાના સિક્કા ચલણમાં નથી રહ્યા તેવી અફવાના કારણે અનેક જગ્યાએ ગ્રાહકો, વેપારીઓ, સામાન્ય લોકો વચ્ચે રકઝક અને હાલાકી થઇ રહી છે.
રીઝર્વ બેંકે કહ્યું છે કે તમામ વેપારીઓ તથા ગ્રાહકોએ ખોટી અફવાથી મુકત થઇને રૂપિયા 10નો સિક્કો સ્વીકારવો જોઇએ. બેંકોએ પણ આ બાબતે કેટલીક સ્પષ્ટતાઓ કરવી જોઇએ કે જેથી લોકો ગેરમાર્ગે ન દોરાય. બેંકોએ પણ ઉદાર હાથે આવા સિક્કા સ્વીકારવા જોઇએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -