ચીનની ધમકી: ડોકલામ મુદ્દે ભારત પાછળ નહી હટે, તો પાકને કરશે મદદ
ગ્લોબલ ટાઇમ્સમાં કહ્યું કે, ચીન ડોકલામના મુદ્દા પર કોઇ પણ સમજુતી નહીં કરે. સાથે એ પણ લખ્યું કે અજીત ડોભાલની ચીન મુલાકાતથી આ મુદ્દે કંઈ ફરક નહી પડે. ચીન ક્યારેય પાછળ નહી હટે. ચીનની શરત છે કે ભારત ડોકલામ પરથી સેના હટાવે ત્યારે જ તેની સાથે શાંતિ મંત્રણા કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડોભાલની ચીન મુલાકાતથી પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, ડોકલામની સમસ્યાનો ઉકેલ આવી શકે છે. ત્યારે ચીની મીડિયા સતત એવુ કહી રહી છે કે, જ્યાં સુધી ભારત વગર શરતે તેમની સેના નહીં હટાવે ત્યાં સુધી ચીન ભારત સાથે આ મામલે કોઈ પણ વાત નહી કરે.
બિજિંગ: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બ્રિક્સ એનએસએની બેઠકમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાતે છે. આ બેઠક ગરુવારથી શરુ થઇ છે. સિક્કિમ સરહદના વિવાદ વચ્ચે અજીત ડોભાલે ગુરુવારે ચીની સમકક્ષ યાંગ જિચી સાથે મુલાકાત કરી છે. ડોભાલ શુક્રવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી શકે છે. ડોભાલે કહ્યું કે, તમામ બ્રિક્સ દેશોએ આંતકવાદ સામે એક થવું જોઈએ. ત્યારે ચીને ડોકલામનો મુદ્દો ઉઠાવ્યો છે.
ગ્લોબલ ટાઇમ્સમાં કહ્યું કે, ચીન ડોકલામના મુદ્દા પર કોઇ પણ સમજુતી નહીં કરે. સાથે એ પણ લખ્યું કે અજીત ડોભાલની ચીન મુલાકાતથી આ મુદ્દે કંઈ ફરક નહી પડે. ચીન ક્યારેય પાછળ નહી હટે. ચીનની શરત છે કે ભારત ડોકલામ પરથી સેના હટાવે ત્યારે જ તેની સાથે શાંતિ મંત્રણા કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -