બ્રિટનની કોર્ટે વિજય માલ્યાને આપ્યો ઝટકો કહ્યું, ભારતીય બેંકોને ખર્ચ પેટે 2 લાખ પાઉન્ડ ચૂકવે
જજ એન્ડ્રયુ હેન્શૉએ માલ્યાની સંપત્તિઓ ટાંચમાં લેવાનો આદેશ ઉલટાવવાનો ગત મહિને ઇનકાર કર્યો હતો અને સ્ટેટ બેંક સહિત 13 ભારતીય બેંકોનો સમૂહ લેણી રકમ વસૂલવા હકદાર હોવાનું ઠરાવ્યું હતું. ચુકાદાના ભાગરૂપે કોર્ટે એવો પણ આદેશ કર્યો છે કે માલ્યાએ આ લીગલ કોસ્ટ્સ લાયેબિલિટી તરીકે બે લાખ પાઉન્ડ ચૂકવવાના રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલંડન: ભાગેડુ લીકર કિંગ વિજય માલ્યા પાસેથી અંદાજે 9 હજાર કરોડ રૂપિયાની લેણી રકમ વસૂલવા માટેની 13 ભારતીય બેંકોની કાનૂની લડાઇમાં થયેલા ખર્ચ સામે તેમને બે લાખ પાઉન્ડ (અંદાજે 1.81 કરોડ રૂપિયા) ચૂકવવા માલ્યાને બ્રિટિશ હાઇકોર્ટે આદેશ કર્યો છે. ભાગેડું માલ્યાને વધુ એક આંચકો લાગ્યો છે. માલ્યાની સંપત્તિ જપ્ત કરવાના આદેશની રજિસ્ટ્રેશન ફી ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. 13 ભારતીય બેંકો માલ્યા પાસેથી પોતાના બાકી લેણા વસૂલવા કેસ લડી રહી છે.
વિજય માલ્યા પર ભારતીય બેંકોની લગભગ 9 હજાર કરોડ રૂપિયાની લેણી રકમ છે. તે પોતાને ભારત પ્રત્યાપર્ણ કરવાની વિરૂદ્ધમાં એક અલગ કેસ લડી રહ્યો છે. આ મામલે લંડનની એક કોર્ટે આખરી સુનાવણી આગામી મહિને થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -