વડાપ્રધાનના નામ આગળ ‘શ્રી’ ન લગાવતા BSF જવાનનો કપાયો પગાર, PM મોદીએ શું લીધા પગલા? જાણો વિગત
બીએસએફે પોતાના ઓફિશલ ટ્વીટટર એકાઉન્ટ પર તેની જાણકારી આપી હતી કે, વડાપ્રધાને જવાનનો પગાર કાપવાની સજાને રદ્દ કરવાની સાથે સાત દિવસનો પગાર પાછો આપવા આદેશ આપ્યો છે. અને જે બટાલિયન કમાંડિંગ ઓફિસરે જવાનને આ સજા આપી હતી તેને ફરી આવું ન્યાયપૂર્ણ વલણ ન અપનાવવાની ચેતવણી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ આગળ ‘શ્રી’ન લગાવતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના એક જવાનની સાત દિવસનો પગાર કાપી લેવામાં આવ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ પીએમ મોદીએ નારાજગી વ્યક્ત કરી હતી અને બીએસફના જવાનનો પગાર પાછો આપવા આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 21 ફેબ્રુઆરીએ ઝીરો પરેડ દરમિયાન જવાન સંજીવ કુમારે ‘મોદી પ્રોગ્રામ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જવાન દ્વારા મોદીના નામની આગળ ‘માનનીય’ કે ‘શ્રી’ શબ્દોનો ઉપયોગ ન કરવા પર બટાલિયન કમાંડિંગ ઓફિસર અનુપ લાલ ભગતે નારાજગી જતાવી હતી. અને જવાન સંજીવ સામે બીએસઅફ એક્ટની ધારા 40 હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો. જેના બાદ જવાની સાત દિવસનો પગાર કાપી લેવાની સજા આપવામાં આવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -