BSF એ નવવિવાહિત જવાનો માટે એકલાપણું દુર કરવા બનાવ્યો આ ખાસ પ્લાન, જાણો શું છે
તેમને જણાવ્યું કે, એકલા અને પરિવારથી દુર રહેવાની સમસ્યાથી નવવિવાહિત સૌથી વધુ પ્રભાવિત થાય છે. એટલા માટે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. આ એપાર્ટમેન્ટમાં અલગ અલગ બેડરૂમ, કિચન, બાથરૂમ, ટેલિવિઝન જેવી સુવિધાઓ હશે. જવાન અહીં જીવનસાથીની સાથે નિર્ધારિત સમય સુધી રહી શકશે. જે જવાન પોતાની પત્ની અને બાળકોને પૉસ્ટિંગ વાળી જગ્યા પર બોલાવવા ઇચ્છે છે તેમને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ રીતે 30 વર્ષની નોકરીમાં વધુમાં વધુ પાંચ વર્ષ પરિવાર સાથે વિતાવી શકે છે. હવે એવા એપાર્ટમેન્ટ બનાવાથી જવાન પરિવાર સાથે વધુ સમય વિતાવી શકશે. બીએસએફમાં હજુ ગેસ્ટ હાઉસની સુવિધા માત્ર અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને જ આપવામાં આવી રહી છે. કૉન્સ્ટેબલ અને હેડકૉન્સ્ટેબલ રેન્ક વાળા જવાનો માટે આવી સુવિધા નથી.
આ અંતર્ગત 186 બટાલિયનના લૉકેશન સહિત કુલ 192 જગ્યાઓ પર 15-15 સ્ટૂડિયો એપાર્ટમેન્ટ બનાવવામાં આવશે. તેમના અનુસાર, જવાનોની ડ્યૂટી મુશ્કેલીભરી હોય છે, એક વર્ષમાં માત્ર અઢી મહિના પરિવાર સાથે રહી શકે છે.
બીએસએફ અધિકારીએ જણાવ્યું કે, આ પ્રૉજેક્ટ અંતર્ગત 2800 રૂમો બનાવવામાં આવશે કે હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી કાઢવામાં આવશે. તાજેતરમાં જ ગૃહ મંત્રાલયે આ પ્રૉજેક્ટને મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્હીઃ બીએસએફે પોતાના નવવિવાહિત જવાનોનું અકેલાપન દુર કરવા માટે એક ખાસ પ્લાન બનાવ્યો છે, બીએસએફ જવાનની 30 વર્ષની નોકરીમાં સરેરાશ માત્ર 5 વર્ષ જ પરિવારને સમય આપી શકે છે. આ સમસ્યાથી નિપટવા 190 નવા ગેસ્ટ હાઉસ બનાવવાનું પગલું ભરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -