વિત્ત મંત્રી અરૂણ જેટલીએ રજૂ કર્યું બજેટ, જાણો કોણે શુ કહ્યું
રેલવે મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું, આ બજેટ દેશ માટે નવી અર્થવ્યવસ્થા લાવશે. આ બજેટનું સ્વાગત કરુ છું. વિત્ત મંત્રીને ધન્યવાદ પાઠવુ છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, આ શેર શાયરીનું બજેટ હતું, ખેડૂતો માટે, યુવાનોના રોજગાર માટે કંઈ નથી કરવામાં આવ્યું. રાજનીતિક પાર્ટીના ફંડને લઈને ઉઠાવવામાં આવેલા પગલાની અમે પ્રશંસા કરીએ છીએ. ભારત રોજગાર સામે લડી રહ્યું છે ત્યારે રોજગારને લઈને કોઈ જાહેરાત નથી કરાઈ. ખેડૂતો માટે બજેટમાં કોઈ જાહેરાત નથી કરાઈ.
નિતિન ગડકરીએ કહ્યું, આ બજેટ ગામડાઓને મજબૂત બનાવશે. આગામી વર્ષ કૃષિ ક્ષેત્રમાં 6 ટકા સુધીનો વધારો જોવા મળશે. આ બજેટ ગ્રામ્ય અને કૃષિ ક્ષેત્રના લોકોને મોટી રાહત આપશે.
કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનિએ કહ્યું, આ બજેટ પીએમ મોદીના મેક ઈન ઈંડિયાના સપનાને સાકાર કરતુ જોવા મળે છે. આ બજેટ દેશમાં રોજગારમાં વધારો કરશે. ગ્રામિણ ક્ષેત્રે દેશ મજબૂત થાય તે માટે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી જોહેરાત કરવામા આવી છે. ખેડૂતો વધુમાં વધુ લોન મેળવી શકશે.
જેટલીએ આવકવેરાની મર્યાદા 2.50 લાખ રૂપિયા યથાવત રાખી છે પણ 5 લાખ સુધીની આવક પર ટેકસ ઘટાડ્યો છે. જેટલીની જાહેરાત પ્રમાણે 2.50 લાખની આવકવેરા મર્યાદા અને 3 લાખ રૂપિયા સુધીની આવક પર સંપૂર્ણ 5000 રૂપિયા ટેક્સ રીબેટ મળશે. આમ 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.
બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યું, આ બજેટ દેશની આમ જનતા માટે છે.
નવી દિલ્લી: કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલીએ આજે નાણાંકીય વર્ષ 2017-18નું બજેટ રજૂ કરતાં આવકવેરાની મર્યાદામાં વધારો કર્યો નહતો પણ આવકવેરાના દરમાં જંગી ઘટાડો કરીને સામાન્ય લોકોને જંગી રાહત આપી દીધી છે. જેટલીએ 5 લાખ રૂપિયા સુધીની આવક પરનો ટેક્સ અડધો ઘટાડીને 5 ટકા કરી દીધો છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આ બજેટ અર્થતંત્ર અને દેશને નવી મજબૂતી આપશે. દેશ વિકાસની તરફ આગળ વધશે. દાળથી લઈને ડેટા સુધીનુ ધ્યાન રાખવામાં આવ્યું છે. શિક્ષણથી લઈને સ્વાસ્થ સુધીનું ધ્યાન રાખવામા આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -