કુલિઓને સામાજિક સુરક્ષા આપવા માટે રેલવે ટિકિટ પર લાગી શકે છે સરચાર્જ
ભારતીય રેલવે રોજ 10થી 12 લાખ રેલવે ટિકિટનું વેચાણ કરે છે. તેમાં 58 ટકા રિઝર્વ્ડ ટિકિટ પણ સામેલ છે. આ રીતે રેલવે રોજ 1.2 લાક રૂપિયાની આવક મેળવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રસ્તાવને લઈને કરવામાં આવેલ ગણતરી અનુસાર પ્રતિ રેલવે ટિકિટ પર 10 પૈસા સેસ લગાવવાથી દર વર્ષે અંદાજે 4.38 કરોડ રૂપિયાની આવક થશે. આ રકમ કુલિઓને પીએપ, પેંશન અને ગ્રુપ ઇન્સ્યોરન્સ જેવી મૂળભુત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પૂરીત છે.
સૂત્રોએ જણાવ્યું કે, આ પ્રસ્તાવ અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે, 10 પૈસાનો સેસ લાગવાથી રેલવે પ્રવાસ કરનાર પ્રવાસી પર કોઈ વધારે બોજ નહીં પડે પરંતુ તેનાથી એકત્રિત થયેલ ફંડમાંથી કુલિઓને સામાજિક સુરક્ષા આપી શકાશે. આ પ્રસ્તાવ સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા 40 કરોડ કામદારોને સામાજિક સુરક્ષાની મર્યાદામાં લાવવા માટે કરવામાં આવેલ પ્રયત્નોનો ભાગ છે. પ્રસ્તાવ દ્વારા આ કામદારોને EPFO અને ESICની મર્યાદામાં લાવી શકાશે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, શ્રમ મંત્રાલય તરફથી એક પ્રસ્તાવ મળ્યો છે કે દરેક રેલવે ટિકિટ પર 10 પૈસા સેસ લગાવાવની ભલામણ કરવામાં આવી છે. આ સેસથી રેલવે સ્ટેશનો પર કામ કરતા 20,000 કુલિઓ માટે સામાજિક સુરક્ષા ફંડ ઉભું કરવામાં આવશે જેને EPFO દ્વારા ચલાવવામાં આવશે.
આ પ્રસ્તાવિત સેસ દરેક ટિકિટ પર લાગશે, દરેક પ્રવાસી પર નહીં. એક ટિકિટમાં વધુમાં વધુ છ પ્રવાસીઓના નામ સામેલ હોઈ શકે છે. માટે સેસ 6 વ્યક્તિ પર ન લાગીને એક ટિકિટ પર જ લગાવવામાં આવશે.
નવી દિલ્હીઃ સરકાર આગામી બજેટમાં રેલવે સ્ટેશનો પર કામ કરનાર અંદાજે 20,000 કુલિઓને સામાજિક સુરક્ષા આપવા માટે એક નવો સરચાર્જ લગાવી શકે છે. કુલિઓ માટે સામાજિક સુરક્ષા યોજનાને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા ચલાવવામાં આવશે. તેના કારણે રેલવે ટિકિટ મોંઘી થઈ શકે છે પરંતુ સરકારનું કહેવું છે કે, તેનાથી પ્રવાસીઓ પર વધારે બોજ નહીં પડે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -