બજેટમાં મધ્યમ વર્ગને કેમ રાહત ન આપી, ખુદ અરૂણ જેટલીએ કર્યો ખુલાસો
જેટલીએ મિડલ ઇનકમ ધરાવતા પ્રોફેશનલ્સની પણ ચર્ચા કરી છે. તેમણે કહ્યું છે કે, ‘તમામ કેટેગરીઝના પ્રોફેશનલ્સ માટે 50 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને કોઈ એકાઉન્ટ બુક મેન્ટેન કરવામાંથી મુક્તિ આપી છે. તેમાં 50 ટકાનો ખર્ચ માની લેવાશે અને અડધી આવકને ઇનકમ માની ટેક્સ આપવો પડશે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાણાં પ્રધાને બચત પર પણ ટેક્સ છૂટની મર્યાદા વધારવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું છે કે, ‘અમે બચત માટે 50 હજાર રૂપિયાની વધારાની છૂટ ફરીથી આપી છે. હવે બચત પર એક લાખની છૂટ 1.5 લાખ રૂપિયા આપવામાં આવી છે. ત્યાર બાદ મેં હાઉસિંગ લોન રિપેમેન્ટ્સ પર 50 હજારની વધારાની છૂટ આપી છે. 1.50 લાખ રૂપિયા વધારીને બે લાખ રૂપિયા થઈ ગયા છે.’ જેટલીએ કહ્યું છે કે, આ તમામ પગલાં ઇમાનદાર કરદાતાઓને રાહત આપવા માટે ઉઠાવવામાં આવ્યાં છે.
નાણાપ્રધાને કહ્યું છે કે, ‘ભારતમાં ટેક્સ વસૂલવો અને ટેક્સ પેયર્સની સંખ્યા વધારવી એ એક ગંભીર પડકાર છે. આથી તેમને છેલ્લાં ચાર-પાંચ બજેટનો સંપૂર્ણ હિસાબ-કિતાબ કરવાથી જાણવા મળશે કે લગભગ તમામ બજેટમાં નાના ટેક્સ પેયર્સને તબક્કાવાર રીતે રાહત આપવામાં આવી છે.’ તેમણે કહ્યું છે કે, ‘જ્યારે હું નાણાં પ્રધાન બન્યો ત્યારે ટેક્સ રાહતની મર્યાદા 2 લાખ રૂપિયા હતી. મેં તે ત્રણ લાખ રૂપિયા કરી દીધી હતી. વાસ્તવમાં બે વર્ષ બાદ મેં કહ્યું કે, વધુ 50 હજાર રૂપિયા માટે તમારે કોઈ ટેક્સ આપવાનો નથી, ત્યારે નાના ટેક્સ પેયર્સ માટે ટેક્સ છૂટની અસરકારક મર્યાદા ત્રણ લાખ રૂપિયા થઈ ગઈ.’
અરૂણ જેટલીએ કહ્યું કે, નાના ટેક્સપેયર્સને ટેક્સના દાયરામાં લાવવા માટે ગયા વર્ષે 2.5 લાખથી પાંચ લાખ રૂપિયાના સ્લેબ પર ટેક્સનો દર 10 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવાયો હતો. જેટલીએ કહ્યું છે કે, ‘પાંચ ટકાનો સ્લેબ દુનિયાના માત્ર એક જ દેશમાં છે અને તે ભારતમાં છે. તે દુનિયાનો નાનામાં નાનો ટેક્સ સ્લેબ છે.’ અલગ અલગ મીડિયા ગ્રૂપ્સના પ્રતિનિધિઓ સાથે ઓપન હાઉસ મીટિંગમાં જેટલીએ કહ્યું છે કે, ‘અમે 50, 60, 70 હજાર રૂપિયા મહિને આવક ધરાવતા નાના કરદાતાઓને રાહત આપવા માટે આ અલગ અલગ ઉપાય અપનાવ્યા છે. અમે તે પરોક્ષ રીતે તેમના ખિસ્સામાં વધુ પૈસા નાખવાની કોશિશ કરી છે. નાના કરદાતાઓને રાહત આપવા માટે એ જરૂરી નથી કે ટેક્સ સ્લેબને જ બદલવામાં આવે.’
નવી દિલ્હીઃ નાણામંત્રી અરૂણ જેટલીએ મધ્યમ વર્ગને સામાન્ય બજેટમાં કોઈ મોટી રાહત ન આપવાનો બચાવ કરતાં કહ્યું કે, સરકાર પહેલાના બજેટમાં આ વર્ગ માટે અનેક પગલા લઈ ચૂકી છે. તેમણે કહ્યું કે, રાજકોષીય શક્યતા હોવા પર ભવિષ્યમાં વધુ રાહત આપવામાં આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -