પેટાચૂંટણી: બીજેપીને લાગ્યો મોટો ઝટકો, કૈરાના બેઠક પર RLD તો નૂરપુરમાં SPએ મેળવી જીત
કેરાલાની ચેંગાનૂર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. દસમાંથી ત્રણ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. કૈરાના લોકસભા બેઠક પરથી રાષ્ટ્રીય લોકદળની તબસ્સૂમ હસન આગળ ચાલી રહી છે. પંજાબની શાહકોટ બેઠક પરથી કોંગ્રેસ આગળ ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૈરાનામાં આરએલડી અને બીજેપી વચ્ચે ખૂબ ઓછુ અંતર રહ્યું છે પરંતુ આરએલડી 36,701 મતથી આગળ ચાલી રહી છે. ઝારખંડની સિલ્લી વિધાનસભા બેઠક પરથી ઝારખંડ મુક્તિ મોરચાના ઉમેદવાર સીમા મહતોનો વિજય થયો છે. સીમાએ આજસૂના સુદેશ મહતોને 13,510 મતથી હરાવ્યા છે. ઝારખંડની ગોમિયા વિધાનસભા બેઠક પરથી જેએમએમ ઉમેદવાર બબિતા દેવી 2000 મતથી જીતી ગઇ છે.
બિહારની જોફીહાટ બેઠક પર લાલુ પ્રસાદની પાર્ટી આરએલડી આગળ ચાલી રહી છે. યુપીની નુરપૂર વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટી આગળ છે, પહેલા આ બેઠક પર બીજેપી આગળ ચાલી રહી હતી.
વળી, વિધાનસભાની જે નવ બેઠકો પર પેટાચૂંટણી પરિણામ આવવાના છે, તેમાં કર્ણાટકની રાજરાજેશ્વરી નગર બેઠક પણ સામેલ છે. કૈરાના સહિત 3 લોકસભા સીટના 123 બૂથ પર ઈવીએમ ખરાબ હોવાની ફરિયાદના કારણે 30મેના રોજ ફરી મતદાન કરાવવામાં આવ્યું હતું.
નવી દિલ્હીઃ લોકસભાની ચાર બેઠકો અને વિધાનસભાની નવ સીટો પર 28 મેએ યોજાયેલી પેટાચૂંટણીને લઇને મતગણતરી ચાલી રહી છે. બીજેપીને ઉત્તરપ્રદેશની વિધાનસભાની પેટાચૂંટણીમાં નૂરપુરમાં હારનો સામનો કરવો પડ્યો છે. અહીં સમાજવાદી પાર્ટીના નેતા નઇમૂલ હસને બીજેપીના ઉમેદવાર અવની સિંહને 6688 મતથી હરાવ્યા હતા. લોકસભા બેઠકોમાં યુપીની કેરાના, મહારાષ્ટ્રની ભંડારા-ગોંદિયા અને પાલઘર અને નાગાલેન્ડની બેઠક છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -