ABP-સી વોટર સર્વેઃ રાજસ્થાનમાં થશે ભાજપનો સફાયો, જાણો કોંગ્રેસને કેટલી બેઠકો મળવાની છે આગાહી?
એબીપી ન્યુઝ-સી વોર્ટર સર્વેના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં લોકો કોંગ્રેસને સત્તા સોંપવામાં માંગે છે. સીટોની વાત કરવામાં આવે તો કોંગ્રેસને 130 સીટો મળવાની સંભાવના છે જ્યારે બીજેપીને 57 સીટો મળી શકે છે. આ ઉપરાંત અન્યના ખાતામાં 13 સીટો મળવાની સંભાવના છે. 2013ના પરીણામ સાથે તુલના કરવામાં આવે તો બીજેપી 106 સીટોનું નુકશાન થઈ રહ્યું છે જ્યારે કોંગ્રેસને 109 સીટોની સાથે જોરદાર ફાયદો થઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએબીપી ન્યુઝ સીવોટર સર્વે પ્રમાણે કોંગ્રેસના અશોક ગેહલોત સીએમના રૂપમાં પહેલી પસંદ છે. અશોક ગેહલોતને 41 ટકા તો વસુંધરા રાજેને 24 ટકા લોકો સીએમના રૂપમાં જોવા માગે છે. સચિન પાયલોટને 18 ટકા લોકો સીએમના રૂપમાં પસંદ કરે છે.
એબીપી ન્યુઝ અને સી-વોટર સર્વે પ્રમાણે રાજ્યમાં સત્તા પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. કોંગ્રેસ 51 ટકા તો બીજેપીને લગભગ 37 ટકા મળવાની સંભાવના છે. અન્ય તરફ 12 ટકા લોકોનું સમર્થન છે.
એબીપી ન્યુઝ-સી વોટરનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના કુલ મળીને 27,968 લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી અને ત્યાર બાદ અંતિમ નિર્ણય પર પહોંચી શકાયું હતું.
નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી પહેલા દેશના ત્રણ મોટા રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેમાં રાજસ્થાનમાં જનતાનો મૂડ જાણવા એબીપી ન્યૂઝે સી વોટર સર્વે કરાવ્યો હતો. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે રાજસ્થાનમાં ભાજપના હાથમાંથી સરકાર જઈ શકે છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના જે કંઈ પરિણામો આવશે તેની 2019 લોકસભા ચૂંટણી પર અસર પડવાની હોવાથી તેને 2019ની સેમિફાઈનલ તરીકે પણ જોવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -