ABP-સી વોટર સર્વેઃ છત્તીસગઢમાં કોની જીતની શક્યતા? ક્યા પક્ષને મળશે કેટલી બેઠકો?
એબીપી ન્યુઝ-સીવોટર સર્વે પ્રમાણે છત્તીરગઢમાં સીએમની પહેલી પસંદ રમન સિંહ છે. તેમણે 34 ટકા લોકો સીએમના રૂપમાં પોતાની પહેલી પસંદ બતાવી રહ્યા છે જ્યારે અજીત જોગીને 17 ટકા લોકો પસંદ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોટમાં એક જ ટકાનું અંતર હોવા છતાં સીટોમાં મોટું અંતર જોવા મળી રહ્યું છે. એબીપી ન્યુઝ-સીવોટર સર્વે પ્રમાણે છત્તીસગઢમાં લોકો સત્તા પરિવર્તન ઈચ્છે છે. કોંગ્રેસ 54 સીટોની સાથે બહુમત હાંસિલ કરી શકે છે. સર્વે પ્રમાણે બીજેપીને 33 સીટો જ મળી શકે છે. 2013ના પરિણામ પર એક નજર કરવામાં આવે તો બીજેપીને 16 સીટોનું નુકશાન અને કોંગ્રેસને 15 સીટોનો ફાયદો થઈ રહ્યો છે.
એબીપી ન્યુઝ-સીવોટર સર્વે પ્રમાણે 56 ટકા લોકો પીએમના રૂપમાં નરેન્દ્ર મોદીને પોતાની પહેલી પસંદગી બતાવે છે જ્યારે રાહુલ ગાંધીને 21 ટકા લોકો પીએમના રૂપમાં પસંદ કરે છે. અહીં પણ પીએમ મોદીની લોકપ્રિયતા રાહુલ ગાંધી પર ભારે છે.
એબીપી ન્યુઝ-સીવોટર સર્વે પ્રમાણે છત્તીસગઢમાં કોંગ્રેસ અને બીજેપીની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બન્નેની વચ્ચે માત્ર એક જ ટકા વોટનું અંતર છે. બીજેપીને 39 ટકા લોકો પોતાના સમર્થન આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસને 40 ટકા લોકોનું સમર્થન છે. સૌથી મોટી મહત્વની વાત એ છે કે અન્યના ખાતામાં 21 ટકા છે.
નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી પહેલા દેશના ત્રણ મોટા રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેમાં રાજસ્થાનમાં જનતાનો મૂડ જાણવા એબીપી ન્યૂઝે સી વોટર સર્વે કરાવ્યો હતો. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે રાજસ્થાનમાં ભાજપના હાથમાંથી સરકાર જઈ શકે છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના જે કંઈ પરિણામો આવશે તેની 2019 લોકસભા ચૂંટણી પર અસર પડવાની હોવાથી તેને 2019ની સેમિફાઈનલ તરીકે પણ જોવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -