24 વર્ષનો ગુજરાતી CA 100 કરોડનો બિઝનેસ છોડી દીક્ષા ગ્રહણ કરશે, જાણો વિગત
મોક્ષેષના કહેવા મુજબ તે બે વખત મોતના મુખમાંથી પાછો ફર્યો છે. આ બંને ઘટના બાદ મને લાગ્યું કે કર્મ ગમે તેવું હોય પણ શક્તિ છે. ગત જન્મમાં મેં સારા કર્મ નહીં કર્યા હોય તેથી હું દીક્ષા લઇને સારા કર્મ કરવા માંગુ છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરત્ન મુનિરાજ જિનપ્રેમવિજય મહારાજ અમદાવાદ નજીક અમિયાપુર સ્થિત તપોવન સંસ્કારપીઠમાં મોક્ષેષને દીક્ષા આપશે. વાનોને સંદેશ આપતા મોક્ષેષે કહ્યું હતું કે મોક્ષો રસ્તો સર્વશ્રેષ્ઠ છે પરંતુ જીવનમાં બીજા લોકોને મદદરૂપ થવું જોઇએ.
આ કારણે મેં દીક્ષા લઈ જૈન ભિક્ષુ બનવાનો ફેંસલો લીધો છે. મોક્ષેષ તેના પરિવારમાંથી દીક્ષા લેનારો પ્રથમ વ્યક્તિ છે. તેણે કહ્યું, હું ગત વર્ષે જ દિક્ષા લેવા ઇચ્છતો હતો પરંતુ મારી માતા જિજ્ઞાબહેન અને પિતા સંદિપભાઈ આ માટે તૈયાર ન્હોતા. જોકે તેમણે આ વર્ષે મને દિક્ષા લેવાની પરવાનગી આપી દીધી છે.
તે એલ્યુમિનિયમનો બિઝનેસ કરતાં પરિવારમાંથી આવે છે. આશરે 100 કરોડ રૂપિયાનો વ્યવસાય સંભાળી રહેલા મોક્ષેષે જણાવ્યું કે, સીએ બન્યા બાદ મેં બે વર્ષ સુધી બિઝનેસ કર્યો. પરંતુ મારે મારી બેલેન્સ શીટમાં રૂપિયા નહીં પુણ્યનું બેલેન્સ વધારેવું પડશે.
કોલ્હાપુરઃ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રહેતો 24 વર્ષીય સીએ મોક્ષેષ શાહ જૈન ભિક્ષુ બનશે. મૂળ ગુજરાતનો રહેવાસી મોક્ષેષનો પરિવાર વેપાર અર્થે કોલ્હાપુરમાં સ્થાયી થયો છે. મોક્ષેષ 20 એપ્રિલે અમદાવાદના અમિયાપુરમાં દીક્ષા લેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -