દિલ્હીના CM કેજરીવાલને ફોન કરીને અજાણ્યા શખ્સે શું આપી ધમકી? જાણો વિગત
કોલ કરનારે ધમકી આપતા કહ્યું હતું કે, તે વિકાસપુરીમાં વિકાસ ટેન્ટ હાઉસમાં કામ કરે છે. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી છે. જોકે પોલીસ હજી તપાસ કરી રહી છે કે, ફોન વિકાસપુરમાંથી જ આવ્યો છે કે અન્ય કોઈ વિસ્તારમાંથી. પોલીસ તે વ્યક્તિને પણ શોધવાનો પ્રયત્ન કરી રહી છે જેણે ફોન કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેજરીવાલના ઘરની લેન્ડ લાઈન પર સોમવારે સવારે 10.45 મીનિટે એક ફોન આવ્યો હતો. ફોન કરનારે ધમકીવાળા અવાજમાં કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં જ કેજરીવાલને જોઈ લેશે. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ફોન દિલ્હીના વિકાસપુરી વિસ્તારમાંથી આવ્યો હતો.
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના ઘરની લેન્ડ લાઈન પર ધમકી ભર્યો ફોન આવ્યો હતો. સોમવારે સવારે અજાણ્યા શખ્સે તેમને ફોન કરીને ધમકીવાળા અવાજમાં કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ તેઓ કેજરીવાલને જોઈ લેશે. કેજરીવાલની ઓફિસ તરફથી ડીસીપી નોર્થને આ વિશે માહિતી આપવામાં આવી હતી. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -