દેશના 4 રાજ્યોમાં નાણાની અછત, ATM અને બેંકોમાં રોકડની તંગી
નવી દિલ્લી: દેશના ચાર રાજ્યોમાં અચાનક કેશનું સંકટ પેદા થયું છે. બિહાર, ગુજરાત, એમપી અને યૂપીના ઘણા શહેરોમાં એટીએમ ખાલી હોવાના કારણે ફરીયાદો મળી રહી છે. લોકોને પૈસા નથી મળી રહ્યા. લોકો એટીએમના ચક્કર લગાવી રહ્યા છે. લોકોએ ફરી એક વખત નોટબંધીનો મુશ્કેલ સમય યાદ આવી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોકડની સમસ્યા વચ્ચે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એક મોટુ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ ખેડૂતોની એક સભામાં કહ્યું, 2 હજારની નોટને કાવતરૂ કરી ચલણમાંથી ગાયબ કરવામાં આવી રહી છે.
રોકડનું સંકટ યૂપીમાં પણ છે. જેને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બેઠક બોલાવી છે. યૂપીના ઘણા જિલ્લાઓમાં રોકડની અછત છે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ યોગી કેશના સંકટને લઈને નાણા મંત્રી અરૂણ જેટલીને પત્ર લખી શકે છે.
રિઝર્વ બેંકના સુત્રોનું કહેવું છે કે તહેવારોની માંગના હિસાહે રોકડનું સંકટ પેદા થયું છે. જેટલી જરૂરિયાત હતી તેટલા પ્રમાણમાં કેશ સપ્લાઈ નથી કરવામાં આવ્યા પરંતુ સ્થિતિ હવે સામાન્ય થઈ ગઈ છે. રિઝર્વ બેંકના મુજબ, એક બે દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -