સુપ્રીમ કોર્ટનો મોદી સરકારને મોટો ઝટકો, CBI ચીફ આલોક વર્માને હટાવવાનો નિર્ણય રદ્દ
પોતાનો ફેંસલો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકારે કાયદા અંતર્ગત સીબીઆઇ ચીફ આલોક વર્માને રજાઓ પર મોકલી દેવાનો કોઇ અધિકાર નથી. માત્ર સિલેક્ટ કમિટી પાસે જ આ અધિકાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઇ પાવર સિલેક્ટ કમિટીમાં વડાપ્રધાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભાના નેતા વિપક્ષ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોર્ટે એ પણ કહ્યું કે, આ કમિટી એક અઠવાડિયાની અંદર વર્મા પર કાર્યવાહી પર નિર્ણય લે. આ સમય દરમિયાન આલોક વર્મા કોઇપણ નીતિગત ડિસીઝન નહીં લઇ શકે. કોર્ટ કહ્યું હવે આવા માટો મામલામાં ઉચ્ચ સ્તરીય કમિટી જ નિર્ણય સંભળાવશે.
નવી દિલ્હીઃ દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી -સીબીઆઇમાં કેટલાય દિવસોથી ખરાબ સ્થિતિ ચાલી રહી છે, આ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે.
કોર્ટે સીવીસીના ફેંસલાને પલટા આલોક વર્માને રજાઓ પર મોકલી દેવાનો નિર્ણય રદ્દ કરી દીધો છે. આ ફેંસલાની સાથે જ એ સ્પષ્ટ થઇ ગયુ છે કે, આલોક વર્મા સીબીઆઇના ચીફ પદે રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -