લાલુ યાદવના ઘર સહિત 12 સ્થળ પર CBIની રેડ, દિલ્હી-પટના-રાંચીમાં પડી રેડ
મેમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આવક કરતા વધારે સંપતિની શંકામાં દિલ્હી-એનસીઆરમાં મોટી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન લાલુ યાદવ સાથે જોડાયેલા વેપારી ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આઈટી ઓફિસરોએ જણાવ્યું હતું કે, દિલ્હી-ગુંડગાવ અને આસપાસના વિસ્તારોમાં એમ 22 ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરજેડીની પ્રતિક્રિયા બાદ ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે જણાવ્યું કે, શાનું સત્ય અને કેવો બદલો. શું ચારા કૌભાંડ બધા ભૂલી ગયા છે. નીતિશ કુમાર પહેલા કહેતા હતા કે, બીજેપી માત્ર પ્રેસ કોન્ફરન્સ જ કરશે કે કઈંક સામે પણ આવશે. હવે કાયદો તેમનું કામ કરી રહ્યો છે. હવે તમારા ડેપ્યૂટી સીએમ ઉપર પણ ફરિયાદ દાખલ થઈ છે. નીતિશ કુમારે હવે કઈંક જવાબ આપવો જોઈએ.
આ મામલે આરજેડી પ્રવક્તા પ્રગતિએ જણાવ્યું કે, અમને ખબર હતી કે બીજેપી અમારા પર સીબીઆઈ-ઈક્મટેક્સનો ડંડો ચલાવશે, અમે તેનાથી ડરતા નથી. જ્યારે આરજેડી નેતા મનોજ ઝાએ કહ્યું કે, આજે ભારતીય લોકશાહીનો સૌથી કાળો દિવસ છે. અમે આનાથી નહીં ગભરાઈએ. કાયદાકીય અને રાજકીય રીતે સામનો કરીશું.
લાલુના નજીકના રિયલ એસ્ટેટના વેપારીઓની પણ તપાસ કરવામાં આવી હતી. તેમાં આરજેડી સાંસદ પ્રેમચંદ ગુપ્તા પણ સામેલ હતા. લાલુ યાદવ પર આવક કરતા વધારે સંપતિ અને ટેક્સ ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ડિપાર્ટમેન્ટને શંકા છે કે, આવક કરતા વધારે 1000 કરોડની સંપતિ હોઈ શકે છે. લાલુ સાથે જોડાયેલા વેપારીઓના ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. રેડમાંપોલીસ સાથે સીબીઆઈના પણ 100 કર્મચારીઓ હતા.
આરોપ છે કે, 2006માં રેલમંત્રી હતા ત્યારે લાલુએ એક ચેન નામની હોટલને ફાયદો પહોંચાડ્યો હતો. તેવા બદલામાં હોટલ ચલાવનાર કંપનીએ તેમને પટનામાં કરોડોની જમીન આપી છે. હવે આ જમીન પર બિહારનો સૌથી મોટો મોલ બનાવવામાં આવ્યો છે. આઈઆરસીટીસીના પૂર્વ ડિરેક્ટરના ઘરે પણ તપાસ એનજન્સીના લોકો પહોંચ્યા છે. લાલુના દિલ્હી, પટના, રાંચી, પુરી અને ગુડગાંવ સહિત 12 ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન ચાલુ છે.
પટનાઃ લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના ઘર પર સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા છે. સૂત્રો અનુસાર લાલુ યાદવ રેલવે પ્રધાન હતા ત્યારે ટેન્ડરમાં હેરાફેરીના આરોપમાં તપાસ માટે સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા છે. સીબીઆઈએ આ મામલે કેસ દાખલ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -