કોંગ્રેસમાં એક સમયે નંબર ટુ મનાતા ક્યા ટોચના નેતાને ત્યાં પડ્યા CBIના દરોડા ? 3500 કરોડના સોદામાં ભ્રષ્ટાચારમાં સંડોવણીનો આક્ષેપ
ચેન્નઈઃ સીબીઆઈએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદંબરમ તથા તેમના પુત્ર કાર્તિના ચેન્નઈમાં આવેલા ઘર પર મંગળવારે સવારે દરોડા પાડીને સપાટો બોલાવી દીધો છે. સીબીઆઈએ કુલ 13 સ્થળે દરોડા પાડ્યા છે. એરસેલ-મેક્સિસ કેસમાં થયેલા ભ્રષ્ટાચારમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ હિસ્સો સન ડાયરેક્ટને વેચવામાં આવ્યો હતો. આ કંપનીના માલિક દયાનિધિ મારન હતા. ઓક્ટોબર 2011માં સીબીઆઈએ મારન બ્રધર્સ, મેક્સિસના માલિક કૃષ્ણનન અને અન્ય સામે એફઆઈઆર દાખલ કરી હતી. દયાનિધિના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમાં ઘણા વાંધાજનક દસ્તાવેજો મળ્યા હતા.
સીબીઆઈએ એરસેલ-મેક્સિસ ડીલમાં ચિદંબરમ તથા તેમાન પુત્રની સંડોવણીની આશંકાના પગલે દરોડા પાડ્યા છે. આ ડીલમાં ડીએમકેના મારન બંધુઓની સંડોવણી છે. 2006માં મલેશિયાની કંપની મેક્સિસ કમ્યુનિકેશન્સે એરસેલમાં 74 ટકા હિસ્સો ખરીદ્યો હતો.
આ ડીલ 3500 કરોડમાં થઈ હોવાનો સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો હતો. આ માટે એફઆઈપીબીએ મંજૂરી આપી હતી અને આ મંજૂરી તત્કાલિન નાણામંત્રી ચિદમ્બરમની સૂચનાથી આપી હતી. ચિદંબરમે કહ્યું હતું કે તેમણે એરસેલ-મેક્સિસ ડીલને સામાન્ય પ્રક્રિયાની જેમ જ મંજૂરી આપી હતી.
મે 2011માં એરસેલના ફાઉન્ડર શિવશંકરને સીબીઆઈને બે અરજી કરીને કહ્યું કે તેમને મેક્સિસને હિસ્સો વેચવા દબાણ નાંખવામાં આવતું હતું. દયાનિધિ મારન પર આરોપ છે કે તેમણે 2006માં સી. શિવશંકરન પર એરસેલ અને મેક્સિસને તેમનો હિસ્સો પોતાની કંપનીઓમાં વેચવા દબાણ કર્યું હતું.
ચિદંબરમના પુત્ર કાર્તિના ઘરે પણ સીબીઆઈએ દરોડાની કાર્યવાહી કરી છે. કાર્તિ ચિદંબરમના મુંબઈ, દિલ્હી, ગુરુગ્રામ અને ચેન્નઈમાં આવેલા મકાનોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરોડાના પગલે ચિદંબરમે એવો આક્ષેપ કર્યો છે કે, નરેન્દ્ર મોદી સરકાર મારો અવાજ દબાવી દેવા સીબીઆઈનો દુરૂપયોગ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -