J&K: શ્રીનગરમાં પોલીસ બસ પર આતંકી હુમલો,પૂંચમાં પાકિસ્તાને તોડ્યું સીઝફાયર, બે જવાન શહીદ
બીજી તરફ સરહદ પર પાકિસ્તાનની સેનાએ ફરી સંઘર્ષવિરામ ભંગ કર્યો હતો અને પૂંચ જિલ્લામાં ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો. નિયંત્રણ રેખા પર ફરજ પર હાજર બીએસએફના અધિકારીએ કહ્યું હતું કે પાકિસ્તાનના સૈનિકોએ સ્નાઈપર ફાયર કર્યું હતું, જેમાં એક જવાનને ગંભીર ઈજા થઈ હતી, જેણે ત્યાં જ અંતિમ શ્વાસ લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ કાશ્મીર આર્મ્ડ પોલીસના કર્મીઓને લઈને જતી બસ પંથા ચોક ખાતે પહોંચી ત્યારે આતંકવાદીઓ ત્રાટક્યા હતા. પોલીસ બસ બેમિનાથી ઝેવાન ખાતે જઈ રહી હતી. આતંકીઓના ગોળીબારમાં હેડ કોન્સ્ટેબલ કિશનલાલ અને અન્ય આઠને ગોળી વાગી હતી. તમામને નજીકમાં આર્મી બેઝના બદામી બાગ કેન્ટોનમેન્ટની હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં કિશનલાલને બચાવી શકાયા ન હતા. અન્ય ત્રણ ઘાયલોની પણ સ્થિતિ ગંભીર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.
જમ્મૂઃ કાશ્મીરમાં બે અલગ અલગ ઘટનાઓમાં એક બીએસએફ તથા એક પોલીસકર્મીનું મોત થયું છે. જમ્મૂ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં એલઓસી નજીક પાકિસ્તાની જવાનો દ્વારા કરવામાં આવેલ સ્નાઈપર હુમલામાં બીએસએફના એક જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે શ્રીનગરના જાણીતા વિસ્તારમાં આતંકવાદીઓએ શુક્રવારે સુરક્ષા દળોની બસ પર હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસકર્મી શહીદ થયા છે અને અન્ય આઠ ઘાયલ થયા છે. આતંકવાદીઓને ઝડપી લેવા સુરક્ષા દળોએ પ્રયાસ હાથ ધર્યા છે. લશ્કર એ તોઈબાએ આ હુમલાની જવાબદારી લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -