આજે રાત્રે સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ, જાણો કેમ છે આ ગ્રહણ ખાસ ને કેટલા વાગ્યથી જોઈ શકાશે?
નવી દિલ્હીઃ આજે 21મી સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. આ વર્ષ 2018નું બીજું પૂર્ણ ચંદ્રગ્રહણ પણ છે. આ ભારતમાં પણ દેખાશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જોઇ શકાશે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં ચંદ્રગ્રહણની અસર મોડી રાત્ર 10.53 વાગે દેખાવવાની શરૂ થઇ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રહણ એ ખગોળીય ઘટના છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક લાઇનમાં આવી જાય અને ચંદ્ર પૃથ્વીના પડછાયામાં આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. આ ચંદ્રગ્રહણ અષાઢ સુદ પૂનમને શુક્રવારે રાત્રે ૧૧.૫૪ શરૂ થશે અને ૨૮મી જુલાઇ શનિવારે વહેલી સવારે ૩ કલાક ૫૦ મીનીટે પૂર્ણ થશે. આમ ૪ કલાક સુધી ચાલનારા ગ્રહણમાં શનિવારે રાત્રિના ૧ કલાક પર મિનિટથી ૨ કલાક ૪૩ મિનિટ દરમિયાન ચંદ્ર પૂર્ણ ઢંકાઇ જશે અને રક્તવર્ણનો બની જશે. જેને ખગોળીય ભાષામાં બ્લડમૂન કહે છે.
આ વર્ષે ગત ૩૧મી જાન્યુઆરીએ થયેલ ચંદ્રગ્રહણમાં ચંદ્ર લાલ ત્રાંબા વર્ણનો થયો હતો. આ ચંદ્રગ્રહણમાં સૂર્યના કિરણો પૃથ્વી પર પછડાઇને ચંદ્ર પર આવશે જેથી આ ગ્રહણમાં ચંદ્ર લાલ રક્તવર્ણનો કે ત્રાંબા વર્ણીય જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -