છત્તીસગઢમાં કોંગ્રેસના આ ધારાસભ્યને એક એક શબ્દ વાંચીને લેવડાવવા પડ્યા શપથ, જાણો કારણ
ધારાસભ્ય બનતા પહેલા તેઓ સર્વશ્રેષ્ઠ સરપંચ પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર જેવા દેશનો પ્રવાસ પણ કરી ચુક્યા છે. લખમા આદિવાસી પારંપરિક નૃત્યમાં પણ નિપૂણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્વાસી લખમાનો જન્મ 1953માં સુકમા જિલ્લાના નાગારાસ ગામમાં થયો છે. તેમની પત્નીનું નામ ક્વાસી બુધરી છે. તેમને બે પુત્રો અને બે દીકરીઓ છે. અનુસૂચિત જાતિમાંથી આવતા લખમા અલગ રાજ્ય બન્યા બાદ સતત ચૂંટણી જીતતા આવ્યા છે. તેઓ બસ્તરની કોટા સીટથી ધારાસભ્ય છે. વિપક્ષમાં રહીને તેઓ ઉપનેતા વિપક્ષની ભૂમિકા ભજવી ચુક્યા છે.
મંચ પરથી જ્યારે ક્વાસી લખમાનું નામ બોલવામાં આવ્યું ત્યારે શપથ લેવા માટે આવ્યા પરંતુ માત્ર અક્ષર જ્ઞાન ધરાવતાં હોવાથી તેઓ ખુદ શપથ ન વાંચી શક્યા. જે બાદ છત્તીસગઢનો વધારાનો હવાલો સંભાળી રહેલા રાજ્યપાલ આનંદીબેન પટેલે એક એક શબ્દ કરીને પૂરા શપથ વાંચ્યા. લખમાએ તેમની પાછળ એક એક શબ્દ બોલીને શપથ લીધા હતા.
નવી દિલ્હીઃ છત્તીસગઢમાં આજે મુખ્યમંત્રી ભુપેશ બધેલે કેબિનેટનું વિસ્તરણ કર્યું હતું. આ દરમિયાન તમામ ધારાસભ્યોએ હિન્દીમાં શપથ લીધા બતા પરંતુ કોંટાના ધારાસભ્ય ક્વાસી લખમા તેમના શપથ વાંચી શક્યા નહોતા, જે બાદ શપથ રાજ્યપાલે પૂરા કરાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -