લોકસભા ચૂંટણીમાં તમામ રાજ્યોમાં અલગ-અલગ પાર્ટીઓ સાથે ગઠબંધન કરશે કૉંગ્રેસ: ચિદમ્બરમ
ચિદમ્બરમે કહ્યું, આરએસએસ ગમે તેમ કહે પરંતુ તે એક રાજનીતિક સંસ્થા છે. મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ સરકાર આરએસએસ પર લગામ લગાવશે. સરકારી કર્મચારીઓને તેમા સામેલ થવાથી રોકશે. તેમણે રામમંદિરના મુદ્દા પર કહ્યું, રામ મંદિર બનાવવા માટે કૉંગ્રેસને કોઈ સમસ્યા નથી, પરંતુ આ મામલો કોર્ટમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપને પડકાર આપવા માટે કૉંગ્રેસ ગઠબંધન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નથી કર્યું. તેલંગણામાં કૉંગ્રેસે ચંદ્રાબાબૂ નાયડૂની પાર્ટી ટીડીપી સાથે ગઠબંધન કર્યું છે.
નવી દિલ્હી: 2019 લોકસભા ચૂંટણીમાં વિપક્ષી દળો વચ્ચે ગઠબંધનની ફોર્મૂલા શું હશે? આ મોટો સવાલ છે. ત્યારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિત્ત મંત્રી પી ચિદમ્બરમે કહ્યું, કૉંગ્રેસ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ પાર્ટીઓ સાથે ગઠબંધન કરશે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ચિદમ્બરમે કહ્યું, અમને આશા છે કે રાજ્યવાર ગઠબંધન થશે અને જો ગઠબંધનની તમામ રાજ્યોમાં જીત થશે તો આ મહાગઠબંધનની જીત થશે. અમને વિશ્વાસ છે કે તમામ રાજ્યોમાં ગઠબંધન થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -