ચિદમ્બરમે મંગાવી એક કપ ચા, કિંમત સાંભળીને લાગ્યો ઝટકો
હાલ ચિદમ્બરમનો પરિવાર કાનૂની પ્રક્રિયાનો સામનો કરરી રહ્યો છે. તાજેતરમાં જ આઈએનએક્સ મીડિયા કેસમાં તેના પુત્ર કાર્તિ ચિદમ્બરમને જામીન મળ્યા છે પરંતુ તેના દેશ છોડીને બહાર જવા પર પ્રતિબંધ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચિદમ્બરમના કહેવા મુજબ તેમણે ચેન્નઇ એરપોર્ટ પર એક કપ ચા માંગી તો તેમને કપમાં ગરમ પાણી અને ટી-બેગ આપવામાં આવી અને તેની કિંમત 135 રૂપિયા જણાવવામાં આવી. જે બાદ તેમણે ચા ખરીદવાનો ઇનકાર કરી દીધો. જ્યારે આ અંગે મેં એરપોર્ટ પર સ્ટોલ વાળાને પૂછ્યું કે આટલી મોંઘી કોણ ખરીદે છે ? તો તેનો જવાબ મળ્યો કે અનેક લોકો પીનારા છે.
ચેન્નઈઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી પી ચિદમ્બરમે ચેન્નઇ એરપોર્ટ પર ચા અને કોફીની કિંમતને લઇ એક ટ્વિટ કર્યું છે. એરપોર્ટ પર ચા-કોફીની કિંમત લઈ તે નારાજ હોવાનું સ્પષ્ટ થાય છે.
કોંગ્રેસ નેતા ચિદમ્બરમે લખ્યું છે કે એરપોર્ટ પર 135 રૂપિયામાં એક કપ ચા અને 180 રૂપિયામાં કોફી. આ કિંમત સાંભળીને હું ડરી ગયો છું. તેમણે સવાલ પૂછ્યો છે કે શું ખુદ તેઓ આઉટડેટેડ તો નથી ને ?
- - - - - - - - - Advertisement - - - - - - - - -