ચીન સાથે તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ લદ્દાખની મુલાકાતે જશે, આર્મી ચીફ પણ કરશે સુરક્ષાની તપાસ
બીપિન રાવત આ યાત્રામાં વર્તમાન સ્થિતિની જાણકારી લેવા માટે જવાના છે અને ત્યાં જ ટૉપ કમાંડર સાથે રણનીતિ પર પણ કામ કરી શકે છે. ત્યાં રાષ્ટ્રપતિ કોવિંદનો પ્રવાસ માત્ર એક જ દિવસનો છે. કોવિંદ ત્યાં અનેક કાર્યક્રમમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ બન્યાબાદ રામનાથ કોવિંદની આ પ્રથમ યાત્રા રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે, છેલ્લા લગભગ બે મહિનાથી ડોકલામ મુદ્દા પર ભારત અને ચીન આમને-સામને છે. પરંતુ ભારત અને ચીનની સેનાઓ વચ્ચે મંગળવારે પેંગોંગ ઝીલ પાસે અથડામણની સ્થિતિ આવી ગઇ હતી. તણાવ લગભગ અર્ધો કલાક સુધી ચાલ્યો હતો. બાદમા બન્ને પક્ષ પાછા જતા રહ્યાં હતા. ઘુસણખોરીની કોશિશ નાકામ થતા ચીની સૈનિકોએ પથ્થરાવ ચાલુ કર્યો હતો. આ પથ્થરમારામાં બન્ને બાજુના જવાનોને ઈજા થઈ હતી.
ચીને આ મુદ્દા પર કહ્યું કે લદ્દાખ પેંગોંગ ઝીલના કિનારે ભારતીય સરહદ પીએલએમાં ઘુસવાની કોઈ માહિતી નથી. તેઓ સરહદ પર શાંતિ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુ ચુનયિંગને જ્યારે આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મને આ મામલે કોઇ જાણકારી નથી.
નવી દિલ્લી : ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે આર્મી ચીફ બિપિન રાવત ત્રણ દિવસની યાત્રામાં લેહ-લદ્દાખ જશે. બિપિન રાવતનો આ પ્રવાસ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદના લેહ લદ્દાખની મુલાકાત પહેલા થઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ કોવિંગદ 21 ઓગષ્ટે લદ્દાખ મુલાકાતે રહેશે. જણાવી દઇએ કે ડોકલામ બાદ ચીન સાથે હાલમાં જ લદ્દાખમાં પણ તણાવીની ખબર હતી. ભારત અને ચીની સેના વચ્ચે પથ્થરબાજીની ઘટના બની હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -