ભાજપને હરાવવા TDP-કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન, ચંદ્રાબાબૂ નાયડૂએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત
લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને ટીડીપીમાં ગઠબંધન થશે. રાહુલે કહ્યું દેશનું ભવિષ્ય બચાવવા અને સંસ્થાઓને બચાવવા માટે સાથે કામ કરશું. આ પહેલા ચંદ્રાબાબૂ નાયડૂએ એનસીપી સુપ્રીમો શરદ પવાર અને નેશનલ કૉંફ્રેસ અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગૂ દેશમ પાર્ટીના સુપ્રીમો એન ચંદ્રાબાબૂ નાયડૂએ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે અખિલ ભારતીય ગઠબંધન બનાવવાનો પ્રયાસ શરૂ કરી દિધો છે. ચંદ્રાબાબૂએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું, દેશના લોકતંત્રની રક્ષા કરવી છે. અમે એક સાથે આવી રહ્યા છીએ અને તમામ વિપક્ષી તાકતો બારત અ લોકતંત્રની રક્ષા માટે એક સાથે આવશે. ટીડીપી સૂત્રોએ જણાવ્યું કે નાયડૂ ઈંદિરા ગાંધી અંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદને પણ મળ્યા અને તેમની સાથે બીનભાજપા દળોને એક સાથે લાવવા માટે ચર્ચા કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -