અરુણાચલ પ્રદેશમાં ફરી ઘુસ્યું ચીન, સેનાએ લગાવ્યા કેમ્પ
નવી દિલ્લી: દરેક વખત અરૂણાચલ પ્રદેશ પર નજર નાખનાર ચીન હવે સરહદ વટાવી અંદર ધુસી આવ્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ આ વખતે અરુણાચલના કિબિથૂ શહેરમાં કેમ્પ લગાવી દીધો છે. ન્યૂઝ એજન્સીએ સેનાના કેમ્પની હેરાન કરનારી કેટલીક તસ્વીરો જાહેર કરી છે. ચીન અરુણાચલને પોતાના પ્રદેશનો ભાગ ગણાવે છે, આ મુદ્દાને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી બન્ને દેશો વચ્ચે વિવાદ પણ ચાલી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અગાઉ પણ જાન્યુઆરીમાં ચીને રસ્તા બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સડક બિલ્ડિંગ નિર્માણ ટીમ અરુણાચલના ઉપરી ભાગ સિયાંગમાં લગભગ એક કિલોમીટર અંદર ઘુસી આવી હતી. જો કે ભારતીય સેનાના વિરોધ બાદ આ ટીમ પાછી જતી રહી હતી.
ડોકલામ વિવાદ બાદ ચીને આ હરકત કરી છે. ચીની સેનાએ કિબિથૂ શહેર નજીક કેમ્પ બનાવી લીધો છે. જેમાં ચીની સેનાના કેમ્પ અને ઘર પણ શામેલ છે. ચીની સેના અંદર ઘુસી આવતા સ્થાનિક લોકો પણ દહેશતમાં આવી ગયા છે. જો કે આ મુદ્દે અત્યાર સુધી ભારતીય અધિકારીઓએ કોઈ નિવેદન આપ્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -