મધ્ય પ્રદેશમાં કમલનાથે હવે આ સરકારી કર્મચારીઓના પગારમાં કર્યો વધારો, એરીયર્સ સાથે કરાશે ચૂકવણી
પરંતુ મધ્ય પ્રદેશમાં આચાર સંહિતા લાગૂ હોવાના કારણે આદેશને રદ્દ કરવામાં આવ્યો હતો. આ માટે પૂર્વમાં જાહેર કરવામાં આવેલ આદેશને ફરીથી જાહેર કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંગળવારે સીએમ સચિવાલયથી આશા વર્કરોને પ્રોત્સાહન રકમને લઈને આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આશા વર્કરોને પ્રતિ મહિને 2 હજાર રૂપિયા પ્રોત્સાહન રકમ આપવાનો આદેશ પહેલાની સરકાર દ્વારા 11 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યો હતો.
આ રકમ ચુકવણી 1 ઓક્ટોબર 2018થી એરિયર્સ સાથે ચૂકવણી કરવામાં આવશે. આ આદેશ પહેલાં જ જાહેર કરવામાં આવ્યો હતો પરતું આચારસંહિતા લાગૂ હોવાના કારણે આદેશને રોકી દેવામાં આવ્યો હતો. આશા વર્કરોના માનદ વેતનમાં મહિને 2 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
મધ્ય પ્રદેશમાં નવી સરકાર બન્યા બાદ આશા વર્કરોને મોટી રાહત આપી છે. આશા વર્કરોની રોકાયેલા પ્રોત્સાહન રકમ આપવાની સીએમ કમલનાથે આદેશ આપ્યો છે. મધ્ય પ્રદેશની આશા વર્કરોને પ્રતિ મહિને 2 હજાર રૂપિયા પ્રોત્સાહન રકમ આપવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -