U-19 WC ફાઈનલ: રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાને જીતાડવા બનાવ્યા હતા આવા નિયમો, કેવા હતા નિયમો, જાણો વિગત
બીસીસીઆઈએ ખેલાડીઓને 20 લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી હતી જ્યારે કોચને 50 લાખ રૂપિયાના પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંડર-19ના વર્લ્ડકપના ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની જીત મેળવ્યા બાદ બીસીસીઆઈએ મોટી જાહેરાત કરી હતી. જેમાં ટીમના ખેલાડીઓ ઉપર રૂપિયાનો વરસાદ થયો હતો. માત્ર ખેલાડીઓ જ નહીં કોચ રાહુલ દ્રવિડ પર પણ રૂપિયાનો વરસાદ થયો હતો.
રાહુલ દ્રવિડ ઈચ્છતા હતા કે ટીમ એક્સ્ટર્નલ પ્રેશરથી દૂર રહે. જો કે દ્રવિડ ટીમને અમુક સમય એવો આપતો હતો જ્યારે તે પોતાના પરિવાર સાથે વાતચીત કરી શકે, પરંતુ બાકીના સમયમાં માત્ર ટ્રેનિંગ પર ધ્યાન રાખવાનું હતું.
ન્યુઝિલેન્ડ: અંડર-19 વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને 217 રનના લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં ભારતે 8 વિકેટે ઐતિહાસિક જીત હાંસિલ કરી હતી. આજની જીત સાથે ભારત અત્યાર સુધી ચાર વખત વર્લ્ડકપ જીતી ચૂકી છે. જ્યારે સેમિફાઈનલમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાએ મહત્વની જીત મેળવી હતી ત્યારથી જ ભારતીય ટીમ મજબૂત બની ગઈ હતી.
રાહુલ દ્રવિડે ફાઈલસ મેચ સુધી પોતાના મોબાઈલ ઓફ રાખવાનો ટીમને ઓર્ડર આપ્યો હતો. જોકે મોબાઈલ આટલા દિવસો સુધી બંધ રાખવા મુશ્કેલ તો છે પરંતુ કોચના આ નિર્ણયનો ફાયદો ટીમ ઈન્ડિયાને ચોક્કસપણે થયો અને આજની જીત તેનો પુરાવો છે.
ટીમ ઈન્ડિયાની જીતનો શ્રેય ખેલાડીઓની સાથે-સાથે કોચ રાહુલ દ્રવિડને પણ જાય છે. કોચ રાહુલ દ્રવિડે પ્લેયર્સમાં શિસ્ત જળવાઈ રહે અને તેમનું ધ્યાન માત્ર રમતમાં જ કેન્દ્રિત રહે તે માટે ખાસ પ્રયત્નો કર્યા હતા અને કડક નિયમો બનાવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -