પ્રોફેસર કોલેજની યુવતીઓને મોકલતો હતો અશ્લિલ મેસેજ પછી યુવતીઓએ શું કર્યું, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવારંવાર પ્રોફેસરના ગંદા મેસેજ આવતા હોવાથી આખરે કંટાળેલી વિદ્યાર્થિનીઓએ મળીને પ્રોફેસરની ધોલાઈ કરી હતી. આ દરમિયાન કેટલીક વિદ્યાર્થિનીઓએ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો જાહેર કરવામા આવ્યો છે જેમાં યુવતીઓ પ્રોફેસરની ધોલઈ કરતી જોવા મળી રહી છે.
જેમાંના કેટલાક મેસેજ તો અશ્લિલ હતા જેના પર યુવતીઓએ વાંધો ઉઠાવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ પ્રોફેસરને ગંદા મેસેજ ન મોકલવા માટે ચેતવણી પણ આપી હતી. પરંતુ હવસખોર પ્રોફેસરે પોતાની હરકત યથાવત જ રાખી હતી.
આ સમગ્ર ઘટના પંજાબના પટિયાલાની હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ પરિક્ષાની તૈયારી માટે યુવતીઓએ પ્રોફેસરની મદદ માગી હતી, ત્યારે પ્રોફેસરે વિદ્યાર્થિનીઓના સવાલોનો હલ કરવાનું વચન આપીને તેમના નંબર લઈ લીધા હતા. જે બાદ પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને ફોન પર મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું.
પટિયાલાઃ પંજાબના પટિયાલામાં સરકારી કોલેજના એક પ્રોફેસરની વિદ્યાર્થિનીઓએ જાહેરમાં ધોલાઈ કરી હતી. પ્રોફેસર પર અશ્લિલ મેસેજ મોકલવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ પહેલાં તો આ પ્રોફેસરને ચેતવણી આપી હતી તેમ છતાં પ્રોફેસરે અશ્લિલ હરકત બંધ ન કરતાં વિદ્યાર્થિનીઓએ મળીને પ્રોફેસરને મેથીપાક ચખાડ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થિનીઓને પ્રોફેસરની ધોલાઈ કરતી જોઈ શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -