રિંગિગ બેલ્સના MD મોહિત ગોયલની ધરપકડ, 16 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ
ફર્મનો દાવો છે કે 30 હજાર લોકોએ ફોનનું બુકિંગ કર્યું હતું અને 7 કરોડથી વધુ લોકોએ તેના માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કંપનીએ ફ્રીડમને દુનિયાનો સૌથી સસ્તો ફોન ગણાવીને પ્રચાર કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ 13 લાખના ફોન આપ્યા. ઘણી વાર માગણી કરાતા અન્ય એક લાખ આપવામાં આવ્યા. બાકીના 16 લાખ રૂપિયા માગવામાં આવતા ફર્મના માલિક અને કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
ગાજિયાબાદઃ નોયડાની કંપની રિંગિગ બેલ્સના મેનેજિંગ ડાયરેક્ટર મોહિત ગોયલની ગુરુવારે પોલીસે ધરકપડ કરી છે. રિંગિગ બેલ્સ એ જ કંપની છે જેણે 251 રૂપિયામાં સ્માર્ટફોન આપવાની જાહેરાત કરી રાતો રાત પ્રસિદ્ધી મેળવી હતી.
ગાઝિયાબાદની ફર્મ આયામ એન્ટરપ્રાઇઝીઝ તરફથી ગોયલ સામે 16 લાખ રૂપિયાની છેતરપિંડીની એફઆઇઆર નોંધાવવામાં આવી હતી. ગ્રાહકો અને ડીલરો સાથે છેતરપિંડીના આરોપો વિશે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ગોયલ અને કંપનીના અન્ય કર્મચારીઓએ આયામ એન્ટરપ્રાઝીઝને ફ્રીડમ-251ની ડિસ્ટ્રિબ્યુટરશિપ લેવા માટે રાજી કરી હતી. ફર્મે રિંગિંગ બેલ્સના નામે 30 લાખ રૂપિયાનું આરટીજીએસ કર્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -