કર્ણાટકના ધારાસભ્યોની સંતાકૂકડી, કોંગ્રેસ-જેડીએસે પોતાના MLAને રાતોરાત બેંગ્લુંરુથી હૈદરાબાદ મોકલી દીધા, 4 હજુ પણ ગાયબ
બેગ્લુંરુના ઇગલટૉન રિસોર્ટમાં રોકાયેલા કોંગ્રેસના ધારાસભ્યો બહાર નીકળી ગયા છે. પણ સુત્રોનુ માનીએ તો હજુ પણ કોંગ્રેસ બે ધારાસભ્યો રાજશેખર પાટીલ, પ્રતાપ ગૌડ પાટીલ પાર્ટીના સંપર્કમાં નથી. જોકે કોંગ્રેસ નેતાઓનો દાવો છે કે મેસૂર વિસ્તારમાં કેટલાક બીજેપી ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેડીએસ પ્રમુખ કુમારસ્વામીનું કહેવુ છે કે હોર્સ ટ્રેડિંગથી બચાવવા માટે ધારાસભ્યોને બીજી જગ્યાએ મોકલી દેવામાં આવ્યા છે. વળી કોંગ્રેસ ધારાસભ્યા રામાલિંગ રેડ્ડીનો દાવો છે કે કોંગ્રેસના બધા ધારાસભ્યા સાથે જ છે. જ્યારે સુત્રોનું માનીએ તો કોંગ્રેસના ચાર ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં છે. રામાલિંગા રેડ્ડીએ ધારાસભ્યોને 100 કરોડ રૂપિયા આપવાની ઓફરનો પણ આરોપ લગાવ્યો છે.
ધારાસભ્યો તુટવાથી ડરેલી કોંગ્રેસ અને જેડીએસે મોડી રાત્રે જ ધારાસભ્યોને લઇને નીકલી ગઇ છે. પહેલા કોઇ અનેક પ્રકારના વાતો સામે આવી જેમાં ધારાસભ્યોને કેરાલા કે પોન્ડીચેરી લઇ જવાયા છે. પણ બન્ને પાર્ટીઓએ પોતાના ધારાસભ્યોને બસમાં બેસાડીને બેગ્લુંરના રિસોર્ટમાંથી હૈદરાબાદ મોકલી દીધા છે.
બેગ્લુંરુઃ કર્ણાટકમાં બીજેપીના બીએસ યેદુરપ્પા મુખ્યમંત્રી પદના શપથ લઇ ચૂક્યા છે પણ રાજકીય ધમાસાન હજુ પણ ચાલુ છે. કોંગ્રેસ શપથનો વિરોધ કરી રહી છે. આ બધાની વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને તોડજોડના ડરથી ગાયબ કરવામાં લાગી છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રી યેદુરપ્પા કઇ રીતે બહુમતી સાબિત કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -