કૉંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યુ- મોદી શાસનમાં બન્યા ટ્રેન અકસ્માતના રેકૉર્ડ
નવી દિલ્લી: રેલવે દુર્ઘટનાને લઈને કૉંગ્રેસે વડાપ્રધાન મોદી સરકાર પર આકરો પ્રહાર કર્યો છે. કૉંગ્રેસે મોદી સરકારને રેલવે દુર્ઘટનાનો રેકૉર્ડ બનાવનારી સરકાર કહી છે. વર્ષ 2014માં ભાજપ સત્તામાં આવી, ત્યારથી આજ સુધી 27 રેલવે અકસ્માત થયા છે. આ ઘટનામાં 259 યાત્રીઓ મોત થઈ ચુક્યા છે અને 899 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું કે, મે, 2014માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી આજ સુધી 27 રેલવે અકસ્માત થયા છે. આ ઘટનામાં 259 યાત્રીઓના મોત થયા છે અને 899 લોકો ઘાયલ થયા છે. સરકાર ક્યારે જાગશે? એક ટ્વિટમાં તેમણે લખ્યું કે, ‘ ઉત્કલ એક્સપ્રેસ ઘટનામાં મૃત્યુ પામેલા યાત્રીઓના પરિવારો પ્રતિ ઘણી શોક સંવેદના છે, નિર્દોષના મોત રેલવેની સુરક્ષા પર ગંભીર વાદળ’
ત્યારબાદ સુરજેવાલાએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, સહાયની રકમ આ લોકોને જીવ પરત નથી લાવી શકતી. મુખ્ય સવાલ એ છે કે, અકસ્માત રોકવા તમે શું પગલા ઉઠાવી રહ્યા છો? સરકારે એવા કયા ઉપાય કર્યા છે કે, અકસ્માત ના થાય? શું પુરતા ઉપાય કરવામાં આવ્યા? પુરીથી હરિદ્વાર જનારી કલિંગ ઉત્કલ એક્સપ્રેસ શનિવારે સાંજે ઉત્તર પ્રદેશમાં મુજફ્ફરનગર જિલ્લના ખતૌલી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. આ વર્ષે દેશમાં ઘણા ટ્રેન અકસ્માત થયા છે. એવામાં બુલેટ ટ્રેનના સપના બતાવવા વાળી મોદી સરકાર પર સવાલ ઉઠાવવું વ્યાજબી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -