રાજસ્થાન: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો સફાયો, કૉંગ્રેસે કેટલી બેઠકો પર મેળવી જીત? જાણો વિગત
જો કે, સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીના આ પરિણામથી ભાજપ માટે કોઈ ખતરો નથી. રાજસ્થાનના 33 જિલ્લા પરિષદોમાંથી ભાજપ પાસે 21 છે, ત્યાં 183 નગરપાલિકામાંથી ભાજપની 157 જગ્યાએ સત્તા છે અને તમામ 7 નગર નિગમમાં ભાજપના જ મેયર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજયપુર: રાજસ્થાનમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવેલા પરિણામોએ સાબિત કરી દીધું છે કે, પ્રજાએ ભાજપને બદલે કૉંગ્રેસ પર પોતાનો ભરોસો કર્યો છે. રાજસ્થાનના 21 જિલ્લામાં 6 માર્ચે યોજાયેલી પેટા ચૂંટણીમાં કૉંગ્રેસે બાજી મારી લીધી છે. પેટા ચૂંટણીમાં કૉંગ્રેસે વસુંધરા રાજેની સરકારને વધુ એક ઝટકો આપતા લોકસભા અને વિધાસભા પેટા ચૂંટણીની જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપને હાર આપી છે.
જણાવી દઈએ કે, આ પહેલા બે લોકસભા બેઠક અજમેર અને અલવર તથા એક વિધાનસભા બેઠક માંડલગઢ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. તેમાં પણ કૉંગ્રેસે તમામ બેઠકો પર ભાજપને કારમી હાર આપી હતી. સ્થાનિક સ્વરાજના પરિણામો જોતા વસુંધરા રાજે અને ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો છે, કારણ કે આ વર્ષના અંત સુધી રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે.
બીજી બાજુ નગરપાલિકા સદસ્યની 6 બેઠકોમાંથી કૉંગ્રેસે 4 બેઠકો પર જીત મેળવી હતી. જ્યાં ભાજપને માત્ર બે બેઠકથી જ સંતોષ કરવો પડ્યો હતો. આ જીત પર સચિન પાયલટે ટ્વિટર બધાને શુભેચ્છા પાઠવી હતી.
રાજસ્થાનના 21 જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. રાજસ્થાનમાં જિલ્લા પરિષદની કુલ 6 બેઠકોમાંથી કૉંગ્રેસે 4 બેઠક જીતી લીધી છે. જ્યારે ભાજપ માત્ર એક બેઠક જીતવા સફળ રહી હતી. પંચાયત સમિતિની 21 બેઠકોમાંથી કૉંગ્રેસે 12 બેઠકો પર જીત નોંધાવી હતી અને ભાજપના ખાતામાં માત્ર 8 બેઠકો આવી હતી. જ્યારે એક બેઠક અન્યના ખાતામાં ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -