શું દેશ ‘કોંગ્રેસ મુક્ત’ થઈ રહ્યો છે? કોંગ્રેસ પાસે હવે માત્ર આ ચાર રાજ્યો જ બાકી રહ્યાં
ભાજપ હાલમાં દેશમાં સૌથી મોટી પાર્ટી બનતી જઇ રહી છે. હાલમાં ભાજપ પાસે અરૂણાચલ પ્રદેશ, અસમ, છત્તીસગઢ, ગોવા, હરિયાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણિપુર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મણિપુર અને ગુજરાતમાં ભાજપ પોતાની તાકાતના જોરે સત્તામાં છે. અન્ય પાંચ રાજ્યો બિહાર, આંધ્રપ્રદેશ, જમ્મુ કાશ્મીર, સિક્કિમ અને નાગાલેન્ડમાં તેની સાથે ગઠબંધનની સરકાર છે. કોંગ્રેસના હાથમાંથી સત્તા સતત ખસી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએ પછી છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં ભાજપ કેન્દ્ર સહિત અનેક રાજ્યોમાં કોંગ્રેસ પાસેથી સત્તા ઝૂંટવી ચૂકી છે. કોંગ્રેસના હાથમાંથી હિમાચલ પ્રદેશની સત્તા ઝૂંટવીને ભાજપ ‘કોંગ્રેસ મુક્ત ભારત’ના નારામાં એક ડગલું આગળ વધ્યું છે.
આમ હવે દેશના માત્ર ચાર રાજ્યોમાં જ કોંગ્રેસની સરકાર બચી છે. ૧૯ રાજ્યોમાં ભાજપે સરકાર બનાવીને એક ઇતિહાસ સર્જ્યો છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપ અને ત્યારે પક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ‘કોંગ્રેસમુક્ત ભારત’નો નારો આપ્યો હતો.
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ કોંગ્રેસ મુક્ત ભારત તરફ આગળ વધી રહી છે. આ મામલે આગળ વધતા ગુજરાતમાં 22 વર્ષી ચાલી આવીત સત્તા જાળવી રાખવામાં ભાજપ સફળ રહ્યું છે તો હિમાચલમાં પ્રચંડ બહુમતથી સત્તા મેળવી છે. ધીમે ધીમે ભારત કોંગ્રેસ મુક્ત થતું જઈ રહ્યું છે. પંજાબ અને કેન્દ્રશાસિત રાજ્ય પુડુચેરીને છોડી દઈએ તો ત્રણ વર્ષમાં કોઈ રાજ્યમાં કોંગ્રેસ સત્તામાં આવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -