Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
કુમારસ્વામીનો શપથગ્રહણનો કાર્યક્રમ બદલાયો, બુધવારે લેશે મુખ્યમંત્રી પદના શપથ
રાજીનામું આપતા પહેલા યેદુરપ્પાએ ખૂબજ ભાવુક ભાષણ આપ્યું હતું. યેદુરપ્પાએ કહ્યું કે, કૉંગ્રેસ-જેડીએસની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે, ચૂંટણીમાં એકબીજા વિરુદ્ધ પ્રચાર કર્યો અને બાદમાં એકસાથે થઈ ગયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકર્ણાટકમાં 104 બેઠકવાળી ભાજપના બીએસ યેદુરપ્પાએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલે યેદુરપ્પાને બહુમત સાબિત કરવા 15 દિવસનો સમય આપ્યો હતો, કૉંગ્રેસ-જેડીએસ રાજ્યપાલના આ નિર્ણય વિરુદ્ધ અડધી રાતે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલના નિર્ણયનો પલટાવતા 24 કલાકમાંજ ફ્લોર ટેસ્ટ કરવા કહ્યું હતું. તેના બાદ બીજેપી ગઠબંધન કરવા સફળ નહોતી અને છેવટે બીએસ યેદુરપ્પાએ સદનમાં ફ્લોર ટેસ્ટ પહેલાજ રાજીનામું આપી દેવું પડ્યું હતું.
કર્ણાટકમાં બદલતા રાજકીય સમીકરણોના બહાને રાષ્ટ્રીય સ્તર પર વિપક્ષી દળો સાથે લાવવાની કવાયત શરુ થઇ ગઇ છે. જેની છાપ કુમારસ્વામીના શપથ ગ્રહણમાં દેખાશે. કુમાર સ્વામીએ કહ્યું, “શપથગ્રહણમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મમતા બેનર્જી, ચંદ્રબાબૂ નાયડૂ, કે ચંદ્રશેખર રાવ, બીએસપી ચીફ માયાવતીને આમંત્રણ આપવામાં આવ્યું છે.”
બેંગલુરું- કર્ણાટકના ભાજપના અધ્યક્ષ બીએસ યેદુરપ્પાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપતાની સાથેજ આ નક્કી છે કે કૉંગ્રેસ-જેડીએના મુખ્યમંત્રી તરીકે કુમાર સ્વામી કમાન સંભાળશે. તેમને રાજ્યપાલ વજુભાઈ વાળા બુધવારે મુખ્યમંત્રી પદના શપથ લેવડાવશે. પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પૂણ્યતિથિના કારણે સોમવારે યોજાર શપથગ્રહણ ટાળી દેવામાં આવ્યો છે.
જેડીએસના નેતા એચડી કુમારસ્વામી કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને મળી સરકાર બનાવવાનો દાવો કર્યો અને રાજ્યપાલે કુમારસ્વામીને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું.
કર્ણાટકના ચૂંટણી પરિણામ બાદ ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો આજે અંત આવ્યો છે. બહુમત સાબિત કરવાની જગ્યાએ બીએસ યેદુરપ્પાએ રાજીનામું આપી દીધું છે. તેની સાથે જ ભાજપની સરકાર પડી ગઈ છે. હવે ચૂંટણીમાં ત્રીજા નંબરની પાર્ટી તરીકે ઊભરી આવેલી જેડીએસના કુમાર સ્વામીને કૉંગ્રેસના સમર્થનથી મુખ્યમંત્રી બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -