મણિશંકરે કરાંચીમાં બોલ્યા- હું જેટલો ભારતને પ્રેમ કરું છું તેટલો પાકિસ્તાનને પણ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઐય્યરે કહ્યું કે ભારત અને પાકિસ્તાનમાં બે મોટા મુદ્દા છે જે વિવાદોનું મૂળ છે, જેમાં કાશ્મીર અને ભારત વિરુદ્ધ વધી રહેલો આતંકવાદ છે. તેમને કહ્યું કે, ભારત-પાકિસ્તાનને વાતચીત માટે જનરલ પરવેઝ મુશરર્ફની નીતિ પર ચાલવું જોઇએ.
આ મહોત્સવ દરમિયાન ઐય્યરે કહ્યું, ‘‘ભારત-પાકિસ્તાન મદ્દાઓને નિપટાવવા માટેનો એક રસ્તો છે અને આ સસ્તો ખુલ્લી વાતચીતનો છે.’’ ઐય્યરે વાતચીત દ્વારા મુદ્દોનિ નિપટારાની કોશિશ માટે પાકિસ્તાનની પ્રસંશા કરી અને કહ્યું કે નવી દિલ્હી પાસે આ નીતિ નથી.
નોંધનીય છે કે, ગુજરાત ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદ માટે આપત્તિજનક શબ્દનો પ્રયોગ કરવાને લઇને કોંગ્રેસ પાર્ટીથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઐય્યર પહેલા પણ પાકિસ્તાનમાં આ પ્રકારના અનેક કાર્યક્રમોમાં ભાગ લઇ ચૂક્યા છે.
કરાંચીઃ કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા મણિશંકર ઐય્યરે ભારત - પાકિસ્તાનના સંબંધોમાં પાકિસ્તાનની પહેલને લઇને PAKની પ્રસંશા કરી છે. કરાંચીમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ઐય્યરે કહ્યું કે, હું પાકિસ્તાનને પ્રેમ કરું છું કેમકે હું ભારતને પણ પ્રેમ કરું છું. મણિશંકર ઐય્યરે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મુદ્દાઓના સમાધાનને માટે વાતચીત માટે પેરવી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -