Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
શશિ થરૂરઃ 2019માં BJP જીતશે તો ભારત 'હિન્દુ પાકિસ્તાન' બની જશે
આ મામલે ભાજપે પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, થરુર એવું કહે છે કે, 2019માં બીજેપી સત્તામાં આવશે તો ભારત 'હિન્દુ-પાકિસ્તાન' બની જશે. શરમ વિનાની કોંગ્રેસ ભારતને બદનામ કરવા અને હિન્દુઓનું અપમાન કરવાનો કોઈ મોકો નથી છોડતી. હિન્દુ આંતકીઓથી લઈને હિન્દુ પાકિસ્તાન સુધીના પાકિસ્તાનને ખુશ કરે તેવા નિવેદનોની તુલના કરવી અશક્ય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથરુરે કહ્યું, ભાજપ ત્રણેય તાકાત મેળવી લેશે ત્યારે હાલના ભારતીય બંધારણને ઉખાડીને ફેંકી દેશે અને એક નવું બંધારણ લખશે. તેમનું નવું બંધારણ હિન્દુ રાષ્ટ્ર પ્રમાણેનું હશે. તેઓ લઘુમતીઓ માટે સમાનતાના અધિકારો હટાવી દેશે. ત્યારપછી ભારતની સ્થિતિ 'હિન્દુ-પાકિસ્તાન' જેવી થઈ જશે. ત્યારપછી ભારત તે નહીં રહે જેના માટે ગાંધી, નહેરુ અને સ્વતંત્રતા સેનાઓ આઝાદી માટે લડાઈ લડ્યા હતા.
તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ થરુરે કહ્યું, ભાજપ સરકારને મોટા ફેરફાર કરવા માટે બંધારણ સંશોધનની જરૂર પડશે. તે માટે તેમણે લોકસભા અને રાજ્યસભામાં 2/3 બહુમતી અને અડધા રાજ્યોમાં બહુમતની જરૂર છે. એનડીએ સહયોગીઓ સાથે લોકસભામાં 2/3 બહુમત છે અને તેમની પાસે અડધાથી વધારે રાજ્યો પણ છે. માત્ર રાજ્યસભામાં બહુમતી નથી. પરંતુ ચાર-પાંચ વર્ષોમાં તેઓ રાજ્યસભામાં પણ બહુમતી મેળવી લેશે.
તિરુવનંતપુરમઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, જો ભારતીય જનતા પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં જીતશે તો આ દેશ ‘હિન્દુ પાકિસ્તાન’ બની જશે. તિરુવનંતપુરમમાં એ કાર્યક્રમમાં સંબોધિત કરતાં શશિ થરુરે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી જો જીતશે તો તે નવું બંધારણ લખશે, જેનાથી આ દેશ પાકિસ્તાન બનવાના રસ્તે આગળ વધશે. જ્યાં લઘુમતીના અધિકારોનું કોઈ સન્માન નહીં કરવામાં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -