ઓપિનિયન પોલનું તારણઃ રાજસ્થાનમાં ભાજપ થઈ જશે સાફ, CM બનવા માટે કોણ છે લોકોની પહેલી પસંદ ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિધાનસભા ચૂંટણીમાં તમે કોને મુખ્યમંત્રી તરીકે પસંદ કરશો તેને લઇને કરાયેલા સવાલના જવાબમાં કોગ્રેસ નેતા સચિન પાયલોટ સૌ કોઇની પસંદ હતા. જ્યારે રાજસ્થાન મુખ્યમંત્રી તરીકે સારો દેખાવ કોનો હતો તેને લઇને કરાયેલા સવાલમાં 30.82 ટકા લોકોએ કોગ્રેસ નેતા અશોક ગહેલોતને પસંદ કર્યા હતા જ્યારે વસુધરા રાજેને 25.25 ટકા લોકોએ પસંદ કર્યા હતા. 55.7 ટકા લોકો આનંદપાલના એન્કાઉન્ટરથી અસંતોષ જણાયા હતા.
જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે મુખ્યમંત્રી વસુધરા રાજે સરકારની ખુશ છે ત્યારે 48 ટકા લોકોએ ખરાબ પ્રદર્શન ગણાવ્યું હતું તો 35 ટકા લોકો સરકારના કામકાજથી ખુશ જણાતા હતા જ્યારે 12 ટકા લોકોએ સરેરાશ કામ ગણાવ્યું તો 5 ટકા લોકોએ જવાબ આપ્યો નહોતો.મોદી સરકારના કામકાજને લઇને કરાયેલા સવાલ પર 63 ટકા લોકો મોદી સરકારથી ખુશ જોવા મળ્યા હતા. જ્યારે આગામી લોકસભામાં વડાપ્રધાન તરીકે રાહુલ ગાંધી અને મોદીમાંથી કોને પસંદ કરશો તેને લઇને કરાયેલા સવાલના જવાબમાં 69 ટકા લોકોએ મોદીને પસંદ કર્યા હતા જ્યારે 23 ટકા લોકોની પસંદ રાહુલ ગાંધી હતા.
જયપુરઃ રાજસ્થાનમાં આગામી ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે જેને લઇને ભાજપ અને કોગ્રેસ સહિતના તમામ પક્ષોએ કમર કસી લીધી છે. રાજસ્થાનમાં સાત ડિસેમ્બરના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે અને 11 ડિસેમ્બરના રોજ મતદાન ગણતરી થશે. ટાઇમ્સ-સીએનએક્સ દ્ધારા રાજસ્થાન વિધાનસભા ચૂંટણી અગાઉ રાજસ્થાનની 67 વિધાનસભા બેઠકો પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેમાં લોકોના મૂડને દર્શાવવામાં આવ્યો છે. શું બીજેપી વસુધરા રાજે સિંધિયાના નેતૃત્વમાં સરકાર બનાવશે કે પછી રાજસ્થાન પોતાનો જૂનો રેકોર્ડ દોહરાવશે. આ સર્વેમાં 8040 લોકોને સવાલ પૂછવામાં આવ્યો હતો જેમાં 4250 પુરુષો અને 3790 મહિલાઓ સામેલ હતા. સર્વે 16 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો.
જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે, આગામી ચૂંટણીમાં તમારા માટે સૌથી મહત્વપૂર્ણ શું છે ત્યારે 35 ટકા લોકોએ કહ્યું કે તેમના માટે મહત્વનું તેમના વિસ્તારમાં ધારાસભ્યના ઉમેદવાર છે, જ્યારે 26.63 ટકા લોકોએ મુખ્યમંત્રીના ઉમેદવારને મહત્વનું ગણાવ્યું હતું.27 ટકા લોકો માટે વિકાસ મુખ્ય મુદ્દો છે. 35 ટકા લોકો માટે બેરોજગારી મુખ્ય મુદ્દો છે જ્યારે 15 ટકા લોકો માટે મોંઘવારી મહત્વનો મુદ્દો છે અને મોબ લિચિંગ 10 ટકા લોકો માટે મહત્વનો મુદ્દો છે. જ્યારે એસટી-એસસી છ ટકા લોકો માટે મહત્વનો મુદ્દો છે જ્યારે રાફેલ મુદ્દો એક ટકા લોકોનો રસપ્રદ મુદ્દો છે.
સર્વે અનુસાર, કોગ્રેસ સરળતાથી સરકાર બનાવતી જોવા મળી રહી છે. કોગ્રેસ સ્પષ્ટ બહુમતની સાથે સત્તામાં વાપસી કરી શકે છે. કોગ્રેસને 115-120 બેઠકો મળી રહી છે જ્યારે ગત વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસને 21 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. એટલે કે કોગ્રેસ લગભગ 94 બેઠકોનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. સર્વેમાં રાજસ્થાનમાં બીજેપી માટે સારા સમાચાર નથી. વસુંધરા રાજે સરકારને કારમી હાર મળી શકે છે. બીજેપીને ફક્ત 70-80 બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યારે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ 160 બેઠકો સાથે સરકાર બનાવી હતી. એટલે કે લગભગ 88 બેઠકોનું નુકસાન થઇ રહ્યું છે.
સર્વે અનુસાર, રાજસ્થાનની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર, રાફેલ, સત્તાવિરોધી લહેર અને સ્થાનિક મુદ્દા મહત્વના છે. રાજસ્થાનની ફક્ત 40 ટકા વસ્તી વસુધરા રાજે સરકારની ખુશ છે જ્યારે 43 ટકા સરકારના કામકાજથી નારાજ છે. જ્યારે લોકોને તેમના વિસ્તારના ધારાસભ્યના કામકાજને લઇને પૂછવામાં આવ્યું તો 43.27 ટકા લોકોએ કહ્યું કે તેઓ ધારાસભ્યના કામથી ખુશ નથી. જ્યારે 40.7 ટકા લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને 16.03 ટકા લોકોએ આ અંગે કોઈ અભિપ્રાય આપ્યો નહોતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -