કોંગ્રેસ ભરતસિંહને રાજ્યસભામાં મોકલી બદલશે પ્રમુખ? રાજ્યસભા માટે બીજું કોનું નામ ચર્ચામાં, જાણો વિગત
આથી તેમને રાજ્યસભામાંથી ઉમેદવારી કરાવી માનપુર્વક વિદાય આપી સર્વમાન્ય નેતાને પ્રમુખપદે બેસાડી કોંગ્રેસને વધુ મજબુત કરવાના પ્રયાસો કરી શક્યતા હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સામે ચૂંટણી અગાઉ અને ચૂંટણી બાદ પણ ધારાસભ્યો આગેવાનો અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યાં છે. આથી જો ભરતસિંહ પાસેથી પ્રમુખ પદ પરત ખેંચી લેવાનું તો તેમનું અપમાન ગણાય. એકબાજુ એવું કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસ આ વખતે પ્રમુખ બદલશે કે કેમ તેની પર પણ ચર્ચાઓ ચાલી રહી છે.
ગુજરાતમાંથી કુલ ચાર બેઠકો માટે ચુંટણી યોજાવાની છે. તે પૈકી બે બેઠકો માટે કોંગ્રેસ તરફથી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને દીપક બાબરીયા નામો જોરશોરથી ચર્ચાઈ ચાલી રહી છે તેવું કોંગ્રેસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસની બેઠકો વધતાં રાજ્યસભા માટે પણ કોંગ્રેસની એક બેઠક વધી છે. જ્યારે બે બેઠક જીતવાની શક્યતા ઉજળી બની છે. ગત વિધાનસભામાં કોંગ્રેસની 57 બેઠકો હતી. જ્યારે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની બેઠક વધીને 77 થતાં બે બેઠક જીતવાની શક્યતા વધી છે એ જોતા કોંગ્રેસ બે ઉમેદવારોએ ઉભા રાખે તેવું શક્યતા છે.
અમદાવાદ: રાજ્યસભાની ખાલી પડનારી ચાર બેઠકો માટે માર્ચના અંતમાં યોજાનાર છે ત્યારે કોંગ્રેસમાંથી બે બેઠકો માટે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને એઆઈસીસીના મહામંત્રી દીપક બાબરીયાના નામની ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ ભરતસિંહ સોલંકીને રાજ્યસભામાં મોકલીને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બદલશે કે કેમ?
- - - - - - - - - Advertisement - - - - - - - - -