રાહુલ ગાંધીએ આ રૂપાળી યુવતી સાથે સગાઈ કરી? જાણો વાયરલ મેસેજનું સત્ય અને યુવતીએ શું કહ્યું?
સૂત્રો અનુસાર, ભાજપની લહેરમાં પણ 2017ની ચૂંટણી કોંગ્રેસના ગઢને બચાવનારી અદિતિ સિંહને પ્રદેશ મહિલા કોંગ્રેસ કમિટીમાં મહત્વની જવાબદારી મળી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકહેવામાં આવી રહ્યું છે કે, આ ટીમમાં યુવા નેતાઓને સ્થાન આપવામાં આવશે, જેમાં રાયબરેલીની ધારાસભ્ય અદિતિ સિંહને રાહુલ ગાંધી ટીમમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
ચર્ચા એવી પણ છે કે, 2019માં લોકસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી એક નવી ટીમ બનાવવામાં લાગેલા છે.
ડિસેમ્બરમાં થયેલી સ્થાનિક ચૂંટણીના વખતે અદિતિએ કોંગ્રેસની જીત માટે મહત્વનો ભાગ ભજવ્યો હતો. લોકોએ અદિતિ અને અખિલેશ સિંહને પાર્ટીની જીત માટેનો શ્રેય આપવામાં આવ્યો હતો.
29 વર્ષીય અદિતિ સિંહને પ્રિયંકા ગાંધી વાડ્રાની નજીકની સાથીદારમાંથી એક માનવામાં આવે છે. જેની તસવીરો પણ જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, અદિતિએ ડ્યૂક યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએશન પાસ થઈ છે, જ્યારે યૂએસએમાં મેનેજમેન્ટ સ્ટડિઝમાં માસ્ટર્સ કર્યુ છે.
અદિતિ સિંહના પિતા અખિલેશ સિંહ રાયબરેલી વિધાનસભા સીટના 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેમણે ઉત્તર પ્રદેશના એક દિગ્ગજ નેતા માનવામાં આવે છે.
વાસ્તવમાં અદિતિ સિંહ ત્યારથી ચર્ચામાં આવી હતી જ્યારથી 90,000થી પણ વધારે વોટના અંતર સાથે તે રાયબરેલીથી પોતાની પહેલી ચૂંટણીમાં જીત મેળવી હતી. ત્યાર બાદ કાર્યકરો સાથે જીતની ઉજવણી કરી હતી.
વાસ્તવમાં અદિતિ સિંહનો પરિવાર તાજેતરમાં જ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતો, જ્યાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સાથે પરિવારની તસવીર સામે આવી છે. આ તસવીરને સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની સગાઈની તસવીર કહીને વાયરલ કરવામાં આવી રહી છે. જે બહુ જ વાયરલ થઈ છે.
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે લગ્નની અફવાહ બાદ ચર્ચામાં આવેલી રાયબરેલીની ધારાસભ્ય અદિતિ સિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પર રાહુલ ગાંધીની સાથેની સગાઈના સમાચારોને લઈને મૌન તોડ્યું હતું. અદિતિએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી મારા ભાઈ જેવા છે, હું તેમને રાખડી બાધું છું, રાહુલ ગાંધીની સાથેના લગ્નના સમાચાર માત્ર અફવાહ છે. આવું કંઈ છે જ નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -