મહાગઠબંધનમાં ડખા, મમતા બેનર્જી રાહુલ ગાંધીને વડાપ્રધાન નથી બનવા દેવા માંગતી, કોંગ્રેસ નેતાએ વિપક્ષ પર લગાવ્યો આરોપ
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ મમતા બેનર્જીએ કોલકત્તાના બ્રિગેડ મેદાનમાં મહાગઠબંધનની મહારેલી કરી હતી, આ રેલીમાં લગભગ 22 પાર્ટીઓના નેતા સામેલ થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૌરવ ગોગોઇએ કહ્યું કે, તાજેતરમાં જ તૃણમુલ કોંગ્રેસે વિપક્ષી રેલીનું આયોજન કર્યુ હતુ, પણ તેને રાહુલ ગાંધી સામે વાંધો છે. તે રાહુલને આગામી વડાપ્રધાન તરીકે નથી જોવા માંગતી. પણ એ સ્પષ્ટ છે કે દેશમાં આગામી સરકાર કોંગ્રેસની બનશે અને વડાપ્રધાન રાહુલ ગાંધી હશે.
ગૌરવ ગોગોઇએ કહ્યું કે મમતા બેનર્જી નથી ઇચ્છતી કે રાહુલ ગાંધી દેશના આગામી વડાપ્રધાન બને. સાસંદ ગૌરવ ગોગોઇ આસામના પૂર્વ સીએમ તરુણ ગોગોઇના પુત્ર છે.
નવી દિલ્હીઃ પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી બાદ બુધવારથી મહાગઠબંધનને લઇને પણ હલચલ તેજ થઇ ગઇ છે. વિપક્ષી નેતાઓને એક મંચ પર લાવનારી પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઇ એ મોટો આરોપ લગાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -