યુપીમાં વિપક્ષી ગઠબંધનમાંથી કોંગ્રેસ બહાર, BSP 40 અને SP 35 બેઠકો પર લડશે ચૂંટણી
માનવામાં આવી રહ્યું છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં અખિલેશની સમાજવાદી પાર્ટી 35 અને મયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી 40 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. જોકે, બાકીની બેઠકો સાથી પક્ષો માટે છોડવામાં આવશે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે આ સહમતીની રૂપરેખાના સંકેત આપી દીધા છે. તેમને કહ્યું કે, બસપા સાથે કરાર કરવા માટે બે-ત્રણ બેઠકોનો ત્યાગ કરવા પણ તેઓ તૈયાર છે. આવામાં ત્રણ બેઠકો રાષ્ટ્રીય લોકદળને આપવામાં આવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કોંગ્રેસ વિપક્ષી એકતામાં સામેલ થાય છે તો સવર્ણોના મત ભાજપમાં જતા રહેશે, એટલા માટે સપા-બસપાને લાગે છે કે, કોંગ્રેસને અલગ લડવાથી જ તેમને વધારે ફાયદો છે. અગાઉની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી દળો અલગ અલગ લડવાના કારણે જે ભાજપને સહયોગીઓની સાથે રાજ્યની 80 માંથી 73 બેઠકો મળી હતી, જ્યારે સપા પાંચ અને કોંગ્રેસ બે બેઠકો પર જ જીતી શકી હતી. જ્યારે બસપાના ખાતામાં એક પણ બેઠક આવી શકી ન હતી. આ કારણે આ વખતે વિપક્ષી દળો એકસાથે મળીને લડવાની કોશિશ કરી રહ્યાં છે.
સપા અને બસપાનું માનવું છે કે, કોંગ્રેસની પાસે હવે ના દલિત મતો છે ના પછાત કે ના અલ્પસંખ્યક મતો છે. કોંગ્રેસને મોટાભાગના મતો સંવર્ણોના મળી રહ્યાં છે જે ભાજપની પણ વૉટ બેન્ક છે, એટલે કે કોંગ્રેસને મળી રહેલા મત ભાજપના ખાતામાંથી જ જઇ રહ્યાં છે.
નોંધનીય છે કે, રાજ્યમાં કોંગ્રેસ પોતાનો જનાધાર ખોઇ ચૂકી છે. ફૂલપુર અને ગોરખપુરની લોકસભા પેટાચૂંટણીમાં એકલા લડીને કોંગ્રેસના ઉમેદવારોને માત્ર 19,353 અને 18,858 મત જ મળ્યા હતા.
સપાના સુત્રો અનુસાર, ઉત્તરપ્રદેશમાં બની રહેલી વિપક્ષી એકતામાં કોંગ્રેસનો આમ તો સામેલ નથી કરવામાં આવી, પણ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની બેઠકો અમેઠી અને રાયબરેલી પર વિપક્ષ પોતાનો ઉમેદવાર નહીં ઉતારે.
લખનઉઃ 2019ની લોકસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પોતપોતાની રણનીતિ અત્યારથી તૈયાર કરવામાં લાગી ગયા છે. આ અંતર્ગત હવે યુપીમાં મહાગઠબંધનનો એંધાણ થયા હતા, જોકે, આમાં હવે કોંગ્રેસ બહાર રહી શકે છે અને સપા-બસપા સાથે આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -