Continues below advertisement

Continues below advertisement
1/4

સૂત્રોના જણાવ્યા મુજબ છરાબડામાં રાહુલ ગાંધીની હાજરીને લઈ સુરક્ષાના ચાંપતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે તેમ પણ માનવામાં આવે છે.
2/4
રાહુલ અને તેની બહેન પ્રિયંકા ચંદીગઢથી રોડ માર્ગે શિમલા પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ વચ્ચે અનેક જગ્યાએ રોકાયા હતા. સોલનમાં સડક કિનારે પ્રિયંકાના બાળકો સાથે રાહુલે નૂડલ્સ ખાધી અને સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી હતી.
3/4
રાહુલ ગાંધી આવ્યા હોવાની વાત મળતાં જ સ્થાનિક કોંગ્રેસી નેતા અને મહિલાઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી. રાહુલ આજે છરાબડામાં પ્રિયંકાના નિર્માણાધીન મકાનને જોવા પણ જશે તેમ કહેવાય છે.
4/4
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોના મેરાથોન ચૂંટણી પ્રચાર અને ત્રણ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી થાક ઉતારવા માટે જાણીતા હિલ સ્ટેશન શિમલા પહોંચી ગયા છે. તેની સાથે બહેન પ્રિયંકા વાડ્રા અને તેના બાળકો પણ છે.
Published at : 19 Dec 2018 10:46 AM (IST)