મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી: કૉંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની કરી જાહેરાત, 10 હજાર બેરોજગારી ભથ્થુ આપવાનો વાયદો
કમલનાથે ભાજપના ચૂંટણી ઢંઢેરાને જુમલાપત્ર કહ્યું હતું. તેમણે કહ્યું લોકોને 15 વર્ષ સુધી ઠગવાનું જુમલાપત્ર છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું અમારા વિચાર સકારાત્મક છે અને પ્રથમ વખત ચૂંટણી ઢંઢેરા નહી પરંતુ વચનપત્ર અને સંકલ્પ પત્ર રાખવામાં આવી રહ્યું છે. સામાજિક સુરક્ષા પેન્શનની રકમ 300થી વધારીને 1000 કરવામાં આવશે. દિકરીનો લગ્ન માટે 51 હજારનું દાન કરવામાં આવશે. 10 હજાર રૂપિયા દર મહિને દરેક પરિવારના એક બેરોજગાર યુવાનને આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૂંટણી ઢંઢેરા સમયે કૉંગ્રેસ પાર્ટીએ એકજૂટતા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ તકે કમલનાથ, જ્યોતિરાદિત્ય સિંધિયા, દિગ્વિજય સિંહ અને અરૂણ યાદવ જેવા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. દિગ્વિજય સિંહ મધ્ય પ્રદેશ ચૂંટણી પ્રચારમાં અત્યાર સુધી સક્રીય નહોતા. પાર્ટીના કાર્યક્રમોમાં પણ ઓછા જોવા મળતા હતા.
ભોપાલ: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે કૉંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી હતી. પાર્ટીએ દાવો કર્યો છે કે સત્તામાં આવતા જ ખેડૂતોની લોન માફ કરવામાં આવશે અને વિજળીના બીલ અડધા કરવામાં આવશે. કૉંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં યુવાઓને બેરોજગારી ભથ્થુ અને મોબાઈલ આપવાનો વાયદો કર્યો છે. મધ્યપ્રદેશ કૉંગ્રેસના અઘ્યક્ષ કમલનાથે કહ્યું, આ ચૂંટણી ઢંઢેરો નહી પરંતુ વચનપત્ર છે. આ ઓફિસમાં નહી પરંતુ રસ્તા પર બન્યું છે. જેમાં મહિલાઓ, યુવાઓ અને ખેડૂતો અને વેપારીને ઘ્યાનમાં રાખવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -