મોદી સરકારના 4 વર્ષના કામકાજને કોંગ્રેસે ગણાવ્યો વિશ્વાસઘાત, પૉસ્ટરો રજૂ કરીને કર્યો વિરોધ
મોદી સરકાર વિરુદ્ધ દેશના અલગ અલગ રાજ્યમાં મોદીના ચાર વર્ષ પૂર્ણ થવા અને પેટ્રોલ ડિઝલની વધતી કિંમતોને લઈને કૉંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે. પ્રદર્શનકારીઓએ કહ્યું કે છેલ્લા એક મહિનામાં સતત પેટ્રોલની કિંમત વધી રહી છે. જેનાથી મોંઘવારી સતત વધી રહી છે. કેન્દ્ર સરકાર મોંઘવારી પર લગામ લગાવવામાં નિષ્ફળ સાબિત થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટ્રોલ ડીઝલની કિંમતમાં થઈ રહેલા સતત વધારાને લઇને અશોક ગહલોતે કહ્યું, જે પાર્ટી પેટ્રોલ ડીઝલની કીંમત પર અમારા સમયે તમાશો બનાવતી હતી તેણે આજે પોતેજ જનતાના ખિસ્સામાંથી લૂંટ ચલાવી રહી છે. દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરી ઉત્સવો મનાવતી રહે છે અને સામાન્ય જનતાને સરકારની કોઈ પર પરવા જ નથી.
કૉંગ્રેસે બુધવારે દિલ્હીમાં મોદી સરકારને ચાર વર્ષ પૂર્ણ થવા પર વિશ્વાસઘાતના પોસ્ટર રજૂ કરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસ નેતા અશોક ગહલોત, રણદીપ સુરજેવાલા અને પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ એક પ્રેસ કોન્ફ્રેન્સ યોજી ભાજપ પર નિશાન તાક્યું હતું. અશોક ગહલોતે કહ્યું કે જનતાની સાથે દર વર્ષે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી: કેન્દ્રમાં મોદી સરકાર પોતાના ચાર વર્ષ પૂરા થવા પર ઉત્સવ મનાવી રહી છે. આગામી 26 મેના રોજ મોદી સરકારને 4 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે તેને લઇને સરકાર તરફથી ઉત્સવોની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યાં બીજી તરફ કૉંગ્રેસ સહિત વિપક્ષ મોદી સરકારને ઘેરવાના પ્રયાસમાં લાગી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -