કોંગ્રેસે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને પત્ર લખી ભલામણ કરી, કહ્યું- પીએમ મોદીના આ રેકોર્ડને પણ સમાવી લો બુકમાં
અમોનકરે કહ્યું કે, તે ભારતના ભાવિ પેઢી માટે રૉલ મૉડલ બની ગયા છે, કેમકે કોઇપણ વડાપ્રધાને પોતાના કાર્યકાળ દરમિયાન આટલી વિદેશ યાત્રાઓ નથી કરી. આની સાથે તેમને કહ્યું છે કે, વડાપ્રધાન તરીકે મોદીના કાર્યકાળમાં ભારતીય રૂપિયો અમેરિકન ડૉલરની સરખામણીએ 69.03 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસની ગોવા યૂનિટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ (જીડબલ્યૂઆર)ને પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર સર્વાધિક વિદેશ યાત્રાઓ કરવાના રેકોર્ડને નોંધવાની માંગ કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે, “અમને વડાપ્રધાન મોદીનું નામ સૂચવવામાં ખુબ આનંદ થઇ રહ્યો છે, જેમને ચાર વર્ષમાં પોતાના કાર્યકાળ દરમિયાન 41 યાત્રાઓ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.”
પણજીઃ કોંગ્રેસે હવે સીધું વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે, તેમને સૌથી વધુ વિદેશ યાત્રાને લઇને મોદીના નામેને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવવા ભલામણ કરી છે.
અમોનકરે પાર્ટી હેડક્વાર્ટરમાં બુધવારે પત્રકારોને કહ્યું, અમે મોદીના કાર્યકાળની વિસંગતિઓને બતાવવા માંગીએ છીએ, જ્યાં વડાપ્રધાને દેશથી વધુ વિદેશોમાં સમય વિતાવ્યો છે.
ગોવા કોંગ્રેસના મહાસચિવ સંકલ્પ અમોનકર તરફથી બ્રિટન સ્થિત જીડબલ્યૂઆરના અધિકારીઓને રજિસ્ટર્ડ પૉસ્ટ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યુ છે કે અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની ભલામણ કરતાં ખુશ છીએ. તેમને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તેમને ભારતના બંધારણનો યોગ્ય ઉપયોગ કર્યો છે અને ચાર વર્ષમાં 52 દેશોની 41 યાત્રાઓ કરીને રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તેઓ આ માટે 355 કરોડ રૂપિયા ખર્ચ કરી ચૂક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -